ક્રાઈમ રીપોર્ટર|જૂનાગઢ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર|જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારને નેસ્તનાબુદ કરવા જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. ડો.રાજકુમાર પાંડ્યેન, પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા તેમજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણાના આદેશથી એલસીબીના એમ.જી.અખેડ,દેવાભાઈ ભારાઈ, આર.કે.ગોહીલ, એમ.ડી.પરમાર, એસ.એ.બેલીમ, એચ.વી.પરમાર, રોહીતભાઈ ધાધલ, આઝાદ સિંહ સીસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, મજીદખાન પઠાણ તેમજ કનક સિંહવાળાને જુદી જુદી જગ્યાએ દારૂ હોવાની બાતમી મળી હતી.જેને આધારે તજવીજ હાથ ધરતા જૂનાગઢ પ્રદીપના ખાડીયામાં સદગુરૂ માર્બલ પાસેે રેઈડ કરતા ભરત રૂડા રબારી, હરી બાલુ દલિત, જેઠા ઉર્ફે લાખા રામ કરમટા, ડાયા ભીમા કરમટાને 15 પેટી વિદેશી દારૂ 180 બોટલ કિંમત રૂ.72000 મળી કુલ 2,73,000નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેેમજ જૂનાગઢ ગાંઘીગ્રામ ઝફર મેદાન નજીક રેડ કરતા જીવા બાલા રબારી, ડાયા ભીમા રબારી, ભરત રૂડા, જેઠા કરમટા, કાનો રબારીને દારૂની હેરાફેેરી દરમિયાન કિ.રૂ52,400ની કુલ 131 બોટલ મળી કુુલ રૂ.1,13,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત બાંટવાના ભડુલા ગામે ધણેશરમાં રેડ કરતા લાખા ગોગન, લખમણ દેવા મોરી, કાના, જેઠા, ડાયા, ભરત પાસેથી વિદેશી દારૂ સહીત કિ. રૂ67,200નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપી લીધા હતા. જોકે આ સાથે બસ સ્ટેશન પાછળના ભાગે કોર્ડન કરી રોકાવી ચેક કરતા બબુ ઉર્ફે માંડો ધાના મુછાળ અને બલરામ ભીખુ દાણીધારીયા પાસેથી કિ.રૂ.5,600ના દેશી દારૂ ના 14 બાચકા સહીત રૂ.1,05,600નો મુદ્દામાલ સાથે બન્ને ને ઝડપી લીધા હતા. જયારે મધુરમ તરફથી આવતી જીજે 10 એસી 6718 નંબરની કારને રોકવાની કોશીષ કરતાં કાર ચાલકે પુરપાટ વેગે કાર હંકારી હતી. અને ચોબારી રેલ્વે ફાટકથી અંદરનાં રસ્તે લઇ કબ્રસ્તાન પાસે કાર રેઢી મૂકી કાર ચાલક રેલ્વેના પાટા પરથી નાસી ગયો હતો. પોલીસે ચેક કરતાં કારમાંથી રૂ. 76,400 ની કિંમતની વિદેશી દારૂની 191 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને 1 લાખની કાર મળી કુલ 1,76,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ એલસીબીએ દારૂ નો 7,26,600 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...