• Gujarati News
  • નિપોન રિલા. મ્યુ.ફંડમાં હિસ્સો વધારી 49% કરશે

નિપોન રિલા. મ્યુ.ફંડમાં હિસ્સો વધારી 49% કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનીઝફાઇનાન્સિયલ કંપની નિપોન રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં રહેલા તેના 26 ટકા હિસ્સાને વધારીને 49 ટકા કરશે જે માટે પ્રથમ 9 ટકા હિસ્સા માટે રૂ.657 કરોડનું રોકાણ કરશે. રિલા. કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપનીની ટ્રેન્ચે વેલ્યુ સોદા અનુસાર રૂ.7,300 કરોડની થાય છે. ભવિષ્યની અસ્કયામતોને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કિંમતે નિપોન રિલા. મ્યુ.ફંડમાં હિસ્સો 49 ટકા સુધી લઇ જશે તેમજ કંપનીની નફાકારકતા હાલના સ્તર કરતા વધે તેવી શક્યતા છે. નિપોન લાઇફ રૂ.30 લાખ કરોડની એસેટ્સનું સંચાલન કરે છે કે જે વિશ્વમાં કોઇ પણ લાઇફ ઇન્સ્યુરર કરતા સૌથી વધુ છે. એયુએમની દ્દષ્ટિએ રિલા. કેપિટલ ભારતમાં સૌથી મોટી એસેટ મેનેજર છે જે રૂ.2,18,338 કરોડની AUM ધરાવે છે. બન્ને કંપનીઓએ જણાવ્યું કે નિપોન લાઇફ રિલા. કેપિટલ એસેટ મેનેજમેન્ટમાં બે અથવા વધારે રોકાણ સાથે હિસ્સો 49 ટકા કરશે.

{ પહેલા9 ટકા હિસ્સા માટે રૂ.657નું કરોડનું રોકાણ

{2012માંનિપોનની રૂ.1450 કરોડમાં 26 ટકાની ખરીદી

{સોદાસાથે RCAMની વેલ્યુએશન રૂ.7300 કરોડ

હાઇલાઇટ્સ