ઉનાના ઉમેજ ગામમાં દીપડાએ 6 બકરાંને મોતને ઘાટ ઉતાર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાના ઊમેજ ગામે બુધવારે રાત્રીના દીપડાએ બકરાને મોતને ઘાટ ઉતારી મારણની મીજબાની માણી હતી. ઊમેજના રજાકભાઇ જુમ્માભાઇ ઊનડજામની વાડીમાં મધ્યરાત્રીના ત્રણ વાગ્યે દીપડાએ આવી ચઢી ઢોરવાડામાં બાંધેલા બકરાને મોતને ઘાટ ઉતાર્યા હતાં. રજાકભાઇ અહિંયા રહેતા હોય વીજ પુરવઠો ચાલ્યો જતાં ભારે દેકારો મચવા જતાં અંધારૂ હોવાથી ગયા હતાં. સવારે મહીલાઓ દૂધ દોહવા જતાં મૃત બકરા જોવા મળ્યાં હતાં. ઊમેજ તેમજ વાવરડા વિસ્તારની મચ્છુન્દ્રી પર સિંહણ અને સિંહ બચ્ચાઓ અને દીપડાનો નિયમીત પડાવ હોય ભયનો માહોલ રહે છે. તંત્ર દ્વારા જનાવરોને પાંજરે પુરવા અને પેટ્રોલીંગ કરે એવી લોકોમાંથી માંગ ઉઠી છે.

વન્ય પ્રાણીઓનાં ત્રાસથી માલધારીઓને રાત ઉજાગરા. તસવીર- જયેશ ગોંધીયા

રહેણાંક વિસ્તારમાં અવારનવાર ચઢી આવતા રાનીપશુઓ

ઉમેજ - વાવરડામાં વન્યપ્રાણીઓના ધામાથી ખેડૂતો પરેશાન

અન્ય સમાચારો પણ છે...