કમાન્ડ દો...! દો-દો દો...!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર, વિદર્ભમાં જ્યાં ખેતરમાં દુકાળ પડ્યો છે... ત્યાં એક સાવ ગરીબ ખેડૂતના મોબાઈલમાં મેસેજ આવે છે... કે તમારા ખાતામાં 50,000 રૂપિયા જમા થઈ ગયા છે !

આવામેસેજો દેશભરના લાખો ખેડૂતોના મોબાઈલોમાં આવે છે. પેલા વિદર્ભના ખેડૂતનો બાબો પૂછે છે “બાપા, આપણા ખેતરમાં પાણી તો આવતું નથી છતાં આપણા મોબાઈલમાં મેસેજ શી રીતે આવે છે ?”

ગરીબ બાપો કહે છે “કારણ કે બેટા, મોદી સાહેબ માટે ગ્રીન ઈન્ડિયા કરતાં ડિજિટલ ઈન્ડિયા વધારે મહત્વનું છે!”

“એ તો ઠીક છે, પણ તમારા જનધન ખાતામાં 50,000 રૂપિયા તો નોટબંધીને કારણે આવી ગયા ને ?”

“ના બેટા... એની પાછળ એક જોરદાર સ્ટોરી છે ! જેનું નામ છે, કમાન્ડો-ટુ”

{ { {

બેંગકોકના એક બાવીસ માળના બિલ્ડિંંગના સૌથી ઉપરના માળે ઈન્ટિરિયર-ફર્નિચર વગેરે કશું કરાવ્યા વિના એક હવાલા એજન્ટ છ-સાત કોમ્પ્યુટરો વડે અબજોનો કારભાર ચલાવી રહ્યો છે ! નવાઈની વાત છે કે એકલો છે! ચા-પાણી લાવી આપવા માટે કોઈ પટાવાળો પણ નથી !

એવામાં એને ફોન આવે છે કે “તારું એન્કાઉન્ટર થવાનું છે ! ભાગી જા !

પણ એનાં કોમ્પ્યુટરોનાં સોફ્ટવેરો પાયરેટેડ હોવાથી ઝટ શટ-ડાઉન થતાં નથી. એવામાં નીચેથી વિદ્યુત જામવાલ ઠેકડા અને કૂદકા મારતો એક માળની બાલ્કનીમાંથી બીજા માળની બાલ્કનીમાં કૂદતો ઉપર આવી રહ્યો છે...

તેને ઉપર જતો રોકવા માટે હથિયારધારી સિક્યોરિટીવાળા છે. પણ તે બધાને ગોળીથી, કરાટેથી, લાતથી કે ચાકુથી મારતો મારતો ઉપર પહોંચી જાય છે.

આટલી બધી જફા કરીને ઉપર પહોંચ્યા પછી તે જુએ છે કે તેનો સાથીદાર શેટ્ટી પણ ટાઈમે ત્યાં પહોંચી ગયો છે ! વિદ્યુત પૂછે છે “તુમ યહાં કૈસે પહોંચે?”

શેટ્ટી કહે છે “ટોપા, તેં મારામારીમાં ટાઈમ બગાડ્યો. હું તો અહીં બાવીસમા માળની લિફ્ટ રિપેર કરવા આવ્યો છું એમ કહીને લિફ્ટમાં આવ્યો!”

એની વે, પેલા હવાલા ઓપરેટરનું એન્કાઉન્ટર કરતા પહેલાં વિદ્યુત શેટ્ટીને કહે છે “એક ગોળી માર પગમાં માર અને બીજી પેટમાં... જેથી એમ ના લાગે કે મેં ડાયરેક્ટ એન્કાઉન્ટર કરી નાંખ્યું છે.”

શેટ્ટી કહે છે “ટોપા ? તો બરોબર, પણ સાલા, ઉપર આવતાં આવતાં તેં જે 22 સિક્યોરિટીવાળાને મારી નાંખ્યા એનું શું ? ડફોળોનાં તો એન્કાઉન્ટર કરવાનાં નહોતાં !”

{ { {

ફિલ્મમાં બતાડતા નથી, પણ વિદ્યુત જામવાલ જ્યાં જ્યાં બેંગકોકવાળા ચીનાઓની લાશ પાડતો ફરે છે તેની પાછળ પાછળ એક એમ્બ્યુલન્સમાં ચાર જણા પાણીની ડોલો, પોતાં અને સ્ટ્રેચરો લઈને વિદ્યુતનો પીછો કરતા રહે છે... જેથી બધી લાશોનો ‘નિકાલ’ કરી શકાય!

{ { {

ઈન્ડિયાની પોલીસ એમ સમજે છે કે વિકી ચડ્ડાના અલગ અલગ ચહેરા છે. પણ એમાંથી અસલી વિકી ચડ્ડા કોણ છે? પરંતુ હકીકતમાં તો વિકી ચડ્ડાના 29,746 ચહેરા છે !! કારણકે ઈન્ડિયામાં એટલાં ‘વિકી ચડ્ડા’ છે! યાર, ફેસબુકમાં 3000 જેટલા વિકી ચડ્ડા બતાડે છે !

એની વે, સ્ટોરીમાં એવું છે કે વિકી ચડ્ડાને ઈન્ડિયાના કૌભાંડીઓએ અબજો ડોલર સાચવવા માટે આપ્યા હતા. આમાં હોમ મિનિસ્ટરનો દીકરો પણ સામેલ છે. વિકી ચડ્ડા પૈસા લઈને ભાગી જાય છે પણ તે બેંગકોકમાં પકડાઈ ગયો છે.

આખો પ્લાન એવો છે કે વિકીને લાવવા માટે હોમ મિનિસ્ટર પોતાના લાંચિયા અને ખડૂસ ઓફિસરોની એક ટીમ મોકલે છે જેમાંથી એક ઓફિસર હવાલાની રકમના 10 ટકા હોમ મિનિસ્ટરને પાછા અપાવવાનો હોય છે.

પણ વિદ્યુત જામવાલ 20 ટકાની સોપારી લઈને ટીમમાં ઘૂસી જાય છે ! એટલે ફિલ્મનું નામ છે... કમાન્ડ દો-દો! યાને કે હોમ મિનિસ્ટર બબ્બે જણાને બબ્બે આદેશ આપતા રહે છે ! કમાન્ડ દો...દો...

{ { {

છેવટે સસ્પેન્સ એવું નીકળે છે કે વિકી ચડ્ડા કોઈ પુરુષ નહિ પણ સ્ત્રી છે ! અને તે હવાલાના અબજો ડોલર્સ બેંગકોક, પતાયા, મલેશિયા વગેરે દેશોના મરી ગયેલા લોકોના ચાલુ રહી ગયેલા ખાતાંઓમાં નાંખીને છેવટે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેવાની હોય છે. પણ વિદ્યુત ખાતાંઓની હાર્ડ-ડિસ્ક બદલીને ભારતના ખેડૂતોનાં ખાતાંઓનું લિસ્ટ ઘૂસાડી દે છે !

“ઓહો ?” બાબો પૂછે છે “તો પછી પેલા હોમ મિનિસ્ટરના દીકરાના પૈસા પણ ગયા ને ?”

{ { {

“ક્યાંથી ગયા ?” ખેડૂત કહે છે “એટલા માટે તો 10 ટકા અને 20 ટકાનું કમિશન સેટિંગ થયું હતું !”

અન્ય સમાચારો પણ છે...