મીઠાપુરના ખેડૂત પર શેઢા પાડોશીનો કુહાડી થી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરડી કાપવાની ના પાડતા માર માર્યો

ધારીતાલુકાના મીઠાપુર ખાતે વાડીના શેઢે બોરડી કાપવાના મુદ્દે અહીના આધેડ ખેડૂત પર બે શેઢા પાડોશીએ કુહાડી વડે હુમલો કરી મારમારી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવેલ છે. ખેડૂત પર શેઢાની તકરારમા હુમલાની ઘટના ધારી તાલુકાના મીઠાપુર ગામે બની હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે અહીના બાબુભાઇ લાલજીભાઇ પાઘડાળ (ઉ.વ.58) નામના ખેડૂત પર તે ગામના તેના શેઢા પાડોશી ધનજી ભીમજીભાઇ દુધાત અને પ્રકાશ ધનજીભાઇ દુધાત નામના ખેડૂતોએ હુમલો કર્યો હતો. બાબુભાઇ ટ્રેકટર લઇ પોતાના ખેતરે જતા હતા ત્યારે તેના શેઢા પાડોશીઓએ તેમના શેઢે આવેલી બોરડી કાપી નાખતા તેમણે મુદ્દે ઠપકો આપ્યો હતો જેનાથી ઉશ્કેરાઇ જઇ બંને શખ્સોએ તેમને કુહાડીનો ઘા હાથ અને પગ પર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. અંગે તેમણે ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...