સરસીયા પાસે રીક્ષા પલટી ખાતા 1નું મોત : છને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાલુકાના સરસીયા ગામ નજીક આજે એક છકડો રીક્ષા અચાનક ખાળીયામાં પલટી ખાઇ જતા સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. જે પૈકી એક યુવકનું મોત થયુ હતું. જ્યારે ચારને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રીફર કરાયા છે. જ્યાં સરસીયા, અમૃતપુર વિગેરે ગામના મુસાફરો છકડો રીક્ષામાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે અહિં એક પુલ નજીક ચાલકે રીક્ષા પરનો કાબુ ગુમાવતા તે પલટી મારી ગઇ હતી. જેના કારણે રીક્ષામાં બેસેલી સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ધારીના સરકારી દવાખાને ખસેડાયા હતાં. ધારી દવાખાને પ્રાથમિક સારવાર આપી અમૃતપુરના રૂખડ રૈયાભાઇ મેવાડા ,વૈશાલી કાંતીભાઇ, અશોક બઘાભાઇ, સરસીયાના જેઠુરભાઇ ઘુસાભાઇ અને નયનાબેન કેશુભાઇને ગંભીર ઇજા હોય તમામને વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...