તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • રાણાવાવની શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

રાણાવાવની શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવમાંઆવેલ સ્વામી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ ખાતે તાલુકાકક્ષાનું ગણિત-વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ 6 કૃતિમાંથી 3 કૃતિને જિલ્લાકક્ષાએ સ્થાન મળ્યું હતું.

રાણાવાવમાં તાલુકાકક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ સાયન્સ સ્કૂલમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બાળકોએ 6 પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

જેમાં ત્રણ પ્રકારની કૃતિઓ જિલ્લાકક્ષાએ પસંદ થયેલ કૃતિ હાઈડ્રોલીક સીસ્ટમ પર આધારીત છે. ઉપરાંત મનુષ્યના પાચનતંત્ર અને તેમાં થતા રોગોની અટકાવવાનું માર્ગદર્શન આપતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કૃતિ તૈયાર કરાવવામાં વિજ્ઞાનના શિક્ષક દેવીબેન ખુંટી, ભગીરથીબેન સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...