તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીના મોણવેલમાં આધેડના ઘરમાંથી 35 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બપોરના સમયે ઘરમાં ઘુસી

તસ્કરોએ કબાટમાંથી રોકડ રકમ ઉઠાવી

અમરેલીપંથકમાં ચોરીના બનાવો જાણે રોજીંદા બની ગયા છે. હજુ ગઇકાલે અમરેલીના એક પટેલ પરિવારના બંધ ઘરમાંથી રૂા. 2.24 લાખની ચોરી થયાની ફરીયાદ નોંધાઇ છે. ત્યાં વધુ એક ઘટનામાં ધારી તાલુકાના મોણવેલ ગામના પટેલ આધેડના ઘરમાંથી રૂા. 35 હજારની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

પટેલ આધેડના બંધ રહેણાંકમાં ચોરીની ઘટના ધારી તાલુકાના મોણવેલ ગામે ગઇકાલે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોણવેલ ગામના ગંગદાસભાઇ વલ્લભભાઇ સોજીત્રાના ઘરમાં ચોરી થઇ હતી. ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે તેમનું ઘર બંધ હતુ ત્યારે અજાણ્યા શખ્સે તેમના ઘરમાં ઘુસી કબાટમાં રાખેલ રૂા. 35 હજારની રોકડ રકમની ચોરી કરી લીધી હતી.

તેમણે બારામાં ધારી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ગામના એક યુવાને ચોરી કર્યાની આશંકા દર્શાવી છે. હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાની બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ગઇકાલે સવા બે લાખની ચોરીની ઘટના બની હતી. દરરોજ જીલ્લાના કોઇને કોઇ વિસ્તારમાં ચોરીની ઘટના બને છે. તસ્કરો પર પોલીસે કાબુ મેળવવો જરૂરી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...