• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • જીએસટીનાં વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાયદો દુર કરવા માંગ કરાશે

જીએસટીનાં વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાયદો દુર કરવા માંગ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.એસ.ટી.અમલના વિરોધમાં અમરેલી જિલ્લા ચેમ્બર દ્વારા આગામી તા. 29જુનના રોજ જિલ્લા બંધનું એલાન કરવામાં આવ્યું છે. તેના સમર્થનમાં ધારી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધને ટેકો આપી ધારી ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા સમગ્ર દેશમાં 1લી જુલાઇથી જી.એસ.ટી. લાગુ પડવાનું એલાન કરવામાં આવ્યું હોવાથી સમગ્ર દેશમાં જી.એસ.ટી.નો વિરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં જિલ્લા ચેમ્બર દ્વારા પણ જી.એસ.ટી.ના વિરોધમાં આગામી તા. 29જુનના રોજ જિલ્લા બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યો ધારી ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બંધને ટેકો આપી ધારી ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અનાજ, કરિયાણા, કટલેરી એસોશીએશન, સ્ટલ, ફર્નિચર, રેડીમેઇડ વેપારી મંડળ, શીંગદાણા એસોશીએશન વગેરે બંધમાં જોડાશે. અને જી.એસ.ટીના અમલથી નાના વેપારી અને ઉદ્યોગોનો મૃત્યુ ઘંટ વાગી જશે આવા સમયે જરૂર જણાયે આંદોલન કરવામાં આવશે.

ઉપરાંત વધારે ટેક્સ અંતે ગ્રાહકો ઉપર આવવાનું છે ત્યારે ધારી ગામ બંધને સહયોગ આપવા ચેમ્બર પ્રમુખ પરેશ પટ્ટણી, ભરત રાદડીયા, કીરીટ સુવાણી, વિનુભાઇ કોઠારી, મહેન્દ્રભાઇ ગાંધી, કિકાભાઇ ઠોસાણી, નવીનભાઇ જસાણી, રજનીભાઇ ઘેલાણી, શૈલેશભાઇ મશરૂ, સાંતુભાઇ વિઠ્ઠલાણી, અને જયસુખભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું.

બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ બાબરા બંધનું એલાન કરીને ગુજરાત બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧લી જુલાઈથી જી.એસ.ટી.લાગુ કરવાનું હોવાથી તેનો આખા દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીના જણાવ્યા અનુસાર જી.એસ.ટી.લાગુ થવાથી વેપાર ઉદ્યોગની માઠ્ઠી બેસશે. જેના કારણે આવા કાળા કાયદા દૂર કરવાની માંગ સાથે વેપારી સંગઠનો અને ઉદ્યોગકારો બંધમાં જોડાઇને ઉગ્ર માંગ કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈએ સૌને જોડાવા અપીલ કરી છે.

બાબરામાં પણ ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો

અન્ય સમાચારો પણ છે...