નવી આલાવાણી નેસમાં બેટરી ફાટતા બાળક દાઝ્યો
વિસાવદરથીસાસણ રોડ પર નવી આલાવાણી નેસમાં 30 માલધારી પરિવાર વસવાટ કરે છે. અને એક વર્ષ પહેલા પીજીવીસીએલ તાલાલા દ્વારા રાત્રીના સમયે અજવાળા કરવા માટે સોલાર સેટ ફીટ કરેલ પરંતુ 10 સેટ ભંગાર બની ગયા છે. પરંતુ લાઇટનો કોન્ટ્રાકટ રાખનાર દ્વારા કોઇ કામગીરી કરાઇ નથી. તેમજ કેટલાક સેટ ચાલે છે. તે પણ તપાસ થઇ નથી. ત્યારે નવી આલાવાણી નેસમા રહેતા રાજાસોમા ગીગા (ઉ.વ 11) રાત્રીના સાતેક વાગ્યાના અરસામા સોલારની બેટરી પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનકજ ફાટતા બેટરીની અંદરથી નીકળેલું એસિડ બાળકના મોઢા પર ઉડતા ઇજા પહોંચી હતી. અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.