• Gujarati News
  • પાણીયાદેવ ગામે સંપ અને ટાંકો બનાવવા માંગ

પાણીયાદેવ ગામે સંપ અને ટાંકો બનાવવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીયાદેવ ગામે સંપ અને ટાંકો બનાવવા માંગ

ભાસ્કરન્યૂઝ. અમરેલી

ધારીતાલુકાના પાણીયાદેવ ગામે પીવાના પાણીનો ટાંકો તેમજ સંપ કે પાઇપ લાઇનની કોઇ સુવિધા નથી જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે પ્રશ્ને સરપંચ દ્વારા કલેકટર, પાણી પુરવઠા બોર્ડ તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે. પાણીયાદેવ ગામના સરપંચ ચંપુભાઇ વાળા દ્વારા કરવામા આવેલી રજુઆતમાં જણાવાયું છે કે ગામમાં પીવાના પાણીનો ટાંકો, સંપ કે પાઇપ લાઇનની કોઇ સુવિધા નથી. ઉપરાંત ગામમાં દાર પણ કરવામા આવ્યો નથી જેના કારણે ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. અગાઉ મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામા આવી હતી. ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા હજુ સુધી અહી કોઇ કાર્યવાહી કરવામા નથી આવી જેના કારણે લોકોને અગવડતા વેઠવી પડી રહી છે.