નવતર અભિગમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધ મંડળીઓ કૂપોષિત બાળકોને દત્તક લેશે

શ્વેતક્રાંતિનાંપ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમીત્તે જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રાષ્ટ્રીય દૂધ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 350 દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા કુલ 1200 થી વધુ કુપોષિત બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી કુપોષણનું દૂષણ ઘટાડવા માટેનો નિર્ધાર કરાયો છે.

સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભવનાથનાં ભારતી આશ્રમ ખાતે આજે સવારે ડો. વર્ગીસ કુરીયનને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. તકે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દૂધ ઉત્પાદનમાં ચોથા ક્રમે છે. એનિમલ હોસ્ટેલ બનાવવા પ્રયત્નો કરાયા છે. પશુઓની સારી ઓલાદ માટે બીજ દાનનો પ્રયાસ કરાયો છે, જેથી માલધારીની આવક વધે. રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ પશુ ઓલાદોમાં દૂધ ઉત્પાદન અને ગુણવત્તા સુધરે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. તકે સોરઠ જૂનાગઢ દૂધ ઉત્પાદક સંઘનાં ચેરમેન રામશીભાઇ ભેટારીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની 350 દૂધ ઉત્પાદક મંડળી કુલ 1200 થી વધુ કુપોષીત બાળકોને દત્તક લઇ તેમને દૂધ પીવડાવી પોષણ આપશે. કલેકટરે જે ગામ દત્તક લીધું છે ત્યાં કાલે બાળકોને દૂધ પીવડાવવામાં આવશે. જૂનાગઢમાં દૂધમાં ભેળસેળ કરતી 150 મંડળી બંધ કરવામાં આવી છે. ત્યારે બાળકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે હવે પોલીસ કેસ કરવામાં આવશે. કાર્યક્રમમાં અમૃતમ યોજના અંતર્ગત 10 લાભાર્થીઓને તબીબી સહાય માટે મંત્રી અને કલેકટર આલોકકુમાર પાંડેનાં હસ્તે વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યું હતું. સંઘ દ્વારા 100 શૌચાલય બનાવવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઠાકરશી જાવીયા, નીરૂબેન કાંબલીયા, જેઠાભાઇ પાનેરા, નારણભાઇ સોલંકી, દિનેશભાઇ ખટારીયા, પ્રાંત અધિકારી વાય. ડી. શ્રીવાસ્તવ, જિલ્લા રજીસ્ટ્રાર તીર્થાણી ઉપસ્થિત રહ્યા હતા.

{કલેકટરે જે ગામ દત્તક લીધુ ત્યાંથી શરૂઆત

દૂધ ઉત્પાદક સંઘ 100 શૌચાલય બનાવશે

સોરઠજૂનાગઢજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 100 શૌચાલય બનાવવાની જાહેરાત કરાઇ છે. જે ગામમાં ટોયલેટની સુવિધા નથી અને મહિલાઓને ઘરની બહાર જવુ પડે છે તેમની મૂશ્કેલી દૂર થશે.

ભારતી આશ્રમમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી / તસ્વીર: મેહુલ ચોટલીયા