તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ સુધારો નહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીએસ.ટી. તંત્રનો વહીવટ દિવસે ને દિવસે કથળતો જાય છે. એવું લાગી રહ્યું છે કે અધિકારીઓને સાંભળવાની આદત પડી ગઇ છે. અહીંના અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરવા છતાં ધારી ડેપોની ધારી ભાવનગર વાયા દામનગર લોકલ બસ ફરી બંધ કરી દેવાય છે. જેના કારણે અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ધારી ડેપોની ધારી-ભાવનગર વાયા દામનગર લોકલ બસ ફરી બંધ કરી દેવાય છે. બસ માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. એસ.ટી. તંત્રના અધિકારીઓ પોતાની અંગત પેઢી સમજતા હોય અને ભ્રષ્ટ અને મનમાની કરતા અધિકારીઓ મુસાફરોની માંગને સમજતા નથી. ઢંગધડા વગરના બહાના બતાવતા ડેપો મેનેજર અને વિભાગીય નિયામકને બદલવાની જરૂર છે.

વર્ષો જૂનો રૂટ ધારી ભાવનગર વાયા દામનગર લોકલ બસ ત્રણ જિલ્લાના લોકોને સાંકળતો રૂટ છે. જેમાં અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાનાં લોકો માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અપ-ડાઉન માટે ઉપયોગી હોવા છતા અધિકારીઓ કોના ઇશારે કામ કરે છે તે લોકોને સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...