તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • ધારી, ચલાલા, સાવરકુંડલા, રાજુલા, બાબરા, બગસરાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી શરૂ : ચાર દિવસમાં ભારે

ધારી, ચલાલા, સાવરકુંડલા, રાજુલા, બાબરા, બગસરાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી શરૂ : ચાર દિવસમાં ભારે વરસાદની આગાહિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીપંથકમા ચોમાસાની શરૂઆત એકંદરે સારી થઇ રહી છે. ભલે હજુ સાર્વત્રિક વરસાદ આવ્યો હોય પરંતુ જયાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે જેના પગલે કેટલાક ગામડાઓમા વાવણી શરૂ થઇ ગઇ છે. બીજી તરફ આજે ચોથા દિવસે પણ મેઘમહેર શરૂ રહી હતી અને સાવરકુંડલામા એક ઇંચ વરસાદ થયો હતો. અમરેલી, લીલીયામા ઝાપટા પડયા હતા.

ધારી પંથકના અનેક ગામડાઓમા છેલ્લા ચાર દિવસ દરમિયાન વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે જેને પગલે વિસ્તારના ધરતીપુત્રોએ વાવણી શરૂ કરી દીધી છે. જો કે વાવણી સાર્વત્રિક નથી પરંતુ જે ગામોમા સારો વરસાદ પડયો ત્યાં વાવણી શરૂ થઇ છે. આવી સ્થિતિ સાવરકુંડલા, ખાંભા, રાજુલા, અમરેલી, બાબરા વિગેરે વિસ્તારમા જોવા મળી રહી છે. વિસ્તારમા પણ અનેક ગામોમા વાવણી લાયક વરસાદ થયો છે જયારે અનેક ગામો હજુ વરસાદની રાહમા છે. જયાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો વાડી ખેતરોમા પહોંચી ગયા છે અને હોંશેહોંશે વાવણી કરી રહ્યાં છે. અમરેલી પંથકમા મેઘસવારી શરૂ થયાને આજે ચોથો દિવસ હતો. આજે પણ સવારથી જિલ્લાભરમા વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતુ. બપોરના સમયે અમરેલીમા કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. જો કે અહી માત્ર ઝાપટુ પડયુ હતુ અને વધુ વરસાદની લોકોને આશા હતી પરંતુ નિરાશા સાંપડી હતી. અલબત સાવરકુંડલામા આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામા એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે અહી સાંજ સુધીમા 22મીમી વરસાદ થયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામા આવી હોય ધરતીપુત્રોને તમામ વિસ્તારમા વાવણી લાયક વરસાદ વરસી જાય તેવી આશા બંધાઇ છે.

ચાલુ ચોમાસામા અમરેલી જિલ્લામા છેલ્લા ચાર દિવસ દરમિયાન તમામ તાલુકામા વધતો ઓછો વરસાદ થયો હતો પરંતુ લીલીયા તાલુકો કોરો ધાકોડ હતો. આજે લીલીયામા પ્રથમ વખત વરસાદનુ આગમન થયુ હતુ અને 7મીમી વરસાદ નોંધાયો હતો. તસ્વીર-જયેશલીંબાણી

લીલીયા પંથકમા પ્રથમવાર વરસાદ

અન્ય સમાચારો પણ છે...