નાના માચીયાળાથી ઠેબી ડેમ ઉંડો ઉતારવાની કામગીરી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્કળ પ્રમાણમાં કાંપ હોવાથી પાણીનો સંગ્રહ થતો હતો

જળજીવન છે જ્યારે જળને બચાવવા પોતાના સ્વખર્ચે ઇંગોરાળાના રિવરમેન તરીકે પ્રખ્યાત જે.પી.ઠેસીયાએ અમરેલીની ઠેબી નદીને ઉંડી ઉતારવાના ભગીરથી કાર્યનો આરંભ થતા ખેડૂતો માલધારીઓમાં નવી આશાઓ ઉજ્જવલ બની છે. અમરેલીની માચીયાળા ગામ પાસેથી ઠેબી નદી પસાર થઇ રહી છે. અમરેલીની ઠેબી નદી પણ નદીમાં પુષ્કળ કાપ હોવાને કારણે ચોમાસામાં ખળખળ વહેતી નદી છીછરી હોવાને કારણે ચોમાસાનું પાણી વહી જાય છે. આથી ઠેબી નદીને ઉંડી ઉતારવા સંતો,મહંતોની હાજરીમાં ભગવાનને હાર પહેરાવીને ભામાશા જે.પી.ઠેસીયા પર પુષ્પવર્ષા કરીને કાર્યનો આરંભ કર્યો હતો. ઇંગોરાળાના ભામાશાએ પોતાના સ્વખર્ચે ઠેબી નદીને ઉંડી ઉતારવા હિટાચી મશીન અને દસ ઉપરાંતના ટ્રેક્ટરો મૂકીને આગામી ચોમાસામાં જળક્રાંતિ સર્જીને નાના માચીયાળાને જળ તરબતર કરવા જે.પી.ઠેસીયાએ કમર કસી છે. જળ એજ જીવનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા જીવન સમર્પિત કરનાર જે.પી.ઠેસીયાએ પહેલા પણ ઇંગોરાળામાં કરોડોના સ્વખર્ચે તળાવ, નદીઓ ઉંડી ઉતારી છે.

અન્ય સમાચારો પણ છે...