વિઘ્નહર્તાની આજે વિસર્જન યાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણપતિ બાપા મોરીયાનાં નાદ સાથે, બેન્ડવાજા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે અપાશે વિદાય

અમરેલીસહિત જિલ્લામા દુંદાળા દેવની દસ દિવસ સુધી સ્થાપના બાદ આવતીકાલે ઠેરઠેર ગણપતિનુ વિસર્જન કરવામા આવશે. વિવિધ ગૃપો, મંડળો દ્વારા દસ દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતુ. ત્યારે આવતીકાલે ગણપતિ બાપ્પા મોરીયા આગલા વર્ષે જલ્દી આવજોના નાદ સાથે ગણપતિનુ ભાવભેર વિસર્જન કરવામા આવશે.

અમરેલી શહેરમાં દસ દિવસ સુધી જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીની ભકિતભાવ સાથે આરાધના કરવામા આવી હતી. અહીના કેરીયારોડ, ચિતલરોડ, ચક્કરગઢ રોડ, નાગનાથ મંદિર હોલ, ચોરાપા, જેશીંગપરા, બ્રાહ્મણ સોસાયટી સહિતના વિસ્તારોમા જુદાજુદા મંડળો દ્વારા ગણેશ સ્થાપના કરવામા આવી હતી. અહી દસ દિવસ સુધી આરતી, કથા, આખ્યાન, રાસગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગણેશજીની આરાધના કરવામા આવી હતી. ઉપરાંત બાબરા, ધારી, બગસરા, લાઠી, વડીયા કુંકાવાવ, લીલીયા, રાજુલા જાફરાબાદ, સાવરકુંડલા, કોટડાપીઠા, વિજપડી, ટીંબી સહિતના ગામોમા પણ જુદાજુદા મંડળો અને ગૃપો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી હતી. અહી પણ દરરોજ આરતી પુજન, કથા, છપ્પનભોગ, રાસગરબા સહિતના કાર્યક્રમો દ્વારા ગજાનનની આરાધના કરવામા આવી હતી. ત્યારે આવતીકાલે શહેર અને તમામ ગામોમા ગણેશજીનુ ભાવભેર વિસર્જન કરાશે.

તકેદારી રાખવા કલેકટરની સુચના

ગણેશ મહોત્સવ નિમીતે દરેક તાલુકાઓમા નક્કી કરવામા આવેલ સ્થળ પર ગણેશ વિસર્જન કરવામા આવશે. તકેદારીના ભાગરૂપે આવા સ્થળો પર પાલિકાનો ફાયર સ્ટાફ, રીગ બોયા, લાઇફ જેકેટ, રસ્સા, ઇમરજન્સી લાઇટ સહિતના બચાવના જરૂરી સાધનો સ્થળ પર રાખવા કલેકટરે સુચના આપી છે. કોઇ આકસ્મિક બનાવ બને તો કંટ્રોલરૂમને જાણ કરવા જણાવાયું છે.

અમરેલી - પોમલીપાટ, શેત્રુજી નદી

બાબરા - રામપરા ડેમ, કરિયાણા તળાવ

ખાંભા - મોભનેસ ડેમમા

દામનગર - ધામેલના તળાવમા

વડીયા - ચારણીયા રોડ ચેકડેમ,

કુંકાવાવ - વડીયા અથવા ઝાંઝેસર

રાજુલા - સરકેશ્વર દરિયા કાંઠે

કોટડાપીઠા - તળાવમા

બગસરા - ઝાંઝનાથ નદીકાંઠે

લીલીયા - શેત્રુજી નદી, ખારી નદીમા

વિજપડી - ધારેશ્વર ડેમમા

કયા શહેરમા કયા સ્થળે વિસર્જન

અન્ય સમાચારો પણ છે...