સાવરકુંડલામાંથી જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2.10 લાખનાં મુદામાલ સાથે 16ની ધરપકડ

સાવરકુંડલાશહેરમાં પોલીસે ગઇકાલે જુદા જુદા બે સ્થળે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. ગઇ મધરાત્રે અહિંના જેસર રોડ પર મધુવન સોસાયટીના પાણીના ટાંકા પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે અહિં દરોડો પાડ્યો હતો અને જીજ્ઞેશ જગદિશભાઇ દાણીધારીયા, હર્ષદ રવજીભાઇ પાથર, લાલજી ધીરૂભાઇ કોદાવલા, ભવદીપ દુલાભાઇ રાઠોડ, જયેશ રામજીભાઇ કાલેણા, અરવિંદ બાબુભાઇ ચુડાસમા અને લાલજી કરમશીભાઇ ધડેશીયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.પોલીસને શખ્સો પાસેથી રૂા. 10040ની રોકડ રકમ અને રૂા. 75 હજારની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા. 85040નો મુદામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે લીધો હતો. ગઇકાલે પોલીસે હાથસણી રોડ પર એક રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી નવ જુગારીઓને રૂા. 1.24 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...