તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • પિતાએ જુગારની લત છોડતા પુત્રએ ત્રિકમ ઝીંકી હત્યા કરી\' તી

પિતાએ જુગારની લત છોડતા પુત્રએ ત્રિકમ ઝીંકી હત્યા કરી\' તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રકે બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

જાફરાબાદતાલુકાના લોર ગામે ગઇકાલે બપોરે માજી સરપંચ એવા કાઠી આધેડની તેના ઘરમા માથામા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા થયાની ઘટનામાં પોલીસે તેના સગા પુત્ર સામે ગુનો નોંધ્યો છે. પિતાને જુગાર રમવાની ટેવ હોય અને વારંવાર ના પાડવા છતા જુગાર રમતા હોય પુત્રએ માથામા ત્રિકમનો ઘા ઝીંકી તેમનુ ઢીમ ઢાળી દીધુ હતુ. જાફરાબાદના લોર ગામે ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે માજી સરપંચ દિલુભાઇ મનુભાઇ વરૂની ઘાતકી હત્યા થઇ ગઇ હતી. તેમની લાશ ઘરમાંથી લોહીથી લથબથ હાલતમા મળી હતી. પોલીસે બારામાં મોડીરાત્રે તેના પુત્ર ભુપેન્દ્ર સામે ગુનો નોંધ્યો હતો. મૃતક દિલુભાઇ વરૂના ભાઇ વનરાજભાઇ મનુભાઇ વરૂએ બારામાં તેની સામે નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતુ કે તેના મોટાભાઇ દિલુભાઇને જુગાર રમવાની ટેવ હતી અને તેનો દિકરો ભુપેન્દ્ર અવારનવાર તેમને જુગાર રમવાની ના પાડતો હતો. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી હતી. ગઇકાલે ભુપેન્દ્રએ આવેશમા આવી જઇ દિલુભાઇના માથામા ત્રિકમનો ઘા મારી દેતા ગંભીર ઇજા થવાથી તેમનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. બનાવ અંગે નાગેશ્રીના ઇન્ચાર્જ પીએસઆઇ એસ.જે.રાણા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...