તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર જંગલમાં જંગલી ઘાસનો ઉપદ્રવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કયારેય ઉગતા આવા ઘાસથી વન્યપ્રાણીઓ, પશુઓને ચરીયાણમા મુશ્કેલી

અમરેલીજિલ્લામા ગીરકાંઠા તેમજ જંગલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ઠેરઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. કયારેય ઉગતુ ઘાસ અહીના વિસ્તારોમા ઉગી નીકળતા પર્યાવરણને પણ સીધી અસર થતી હોવાનુ જોવા મળી રહ્યું છે. ઘાસ આસપાસ મચ્છર, માખી સહિત જીવજંતુઓ ફરકતા નથી. ત્યારે ઘાસનો નાશ કરવા પણ માંગ ઉઠી છે. જંગલ તેમજ ગીરકાંઠા વિસ્તારોમાં હાલ અવાડીયો, કવાડીયો, કોન્ગ્રેસ્યુ, ગાંધારી નામક જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે જેના કારણે અન્ય વૃક્ષોને પણ નુકશાન પહોંચી રહ્યું છે. જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારમા પણ જાણે ગ્લોબલ વોર્મિગની અસર પહોંચી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અહીના જંગલ તેમજ આસપાસના વિસ્તારોમા આવુ ઘાસ કયારેય ઉગતુ નથી. જંગલી ઘાસ આસપાસ મચ્છર, માખી તેમજ અન્ય જીવજંતુઓ પણ નથી આવતા. ગીર આસપાસ ચરીયાણ માટે આવતા માલધારીઓના પશુઓને પણ ઓછો ચારો મળી રહ્યો છે. ચોતરફ જંગલી ઘાસ ફેલાઇ રહ્યું છે. ગીર પીપળવાના મોભનેસના જસુભાઇએ જણાવ્યું હતુ કે કયારેય ઉગતા ઘાસના કારણે માલધારીઓ તેમજ સિંહો પર પરેશાની ભોગવી રહ્યાં છે. હાલ સાવજો પણ જંગલી ઘાસના કારણે અગવડતા વેઠી રહ્યાં છે અને રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

અહીના પર્યાવરણ વિદ્દ ચિરાગભાઇ આચાર્યએ જણાવ્યું હતુ કે જંગલી ઘાસનો ફેલાવો અહી કેમ થયો તે તપાસનો વિષય છે. ઘાસ પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા સહિત ભારતના પુર્વીય તેમજ પશ્ચિમ વિસ્તારમા મોટી નદીઓના કાંઠે જોવા મળે છે. ત્યાંના પક્ષીઓ માયગ્રેટ દરમિયાન ત્યાંથી ખાયને અહી આવ્યા હોય અને તેનુ બીજ પક્ષીઓના મળ વાટે જમીનમા ફેલાયુ હોય તેવુ અનુમાન છે. તસ્વીર- ભાસ્કર

જંગલી ઘાસ કેમ ફેલાયુ તે તપાસનો વિષય- ચિરાગભાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો