તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી PGVCL દ્વારા ચાર ખેડૂતોનાં ટ્રાન્સફોર્મર જપ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાકી લેણદારો સામે કડક કાર્યવાહી

ધારીપીજીવીસીએલ કચેરી નં. 2 ખાતે માર્ચ મહીનાની બાકી રહેલી રકમ ઝુંબેશ અંતર્ગત અમરેલી માંથી કુલ 25 ટીમો પોલીસ કાફલા સાથે કામગીરી અર્થે આવી હતી. જેના દ્વારા સવારથી સાંજ સુધી ધારી પીજીવીસીએલ કચેરી નં. 2ના તમામ ગામોમાં ફરી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચાર ખેડૂતોના ટ્રાન્સફોર્મર જપ્ત કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહી અંતર્ગત ધાંધાનેસ માંથી 10 કેવીએ, કાથરોટા માંથી 10 કેવીએ, ડાંગાવદર માંથી 25 કેવીએ અને સોઢાપરા માંથી 63 કેવીએની કેપેસીટી ધરાવતા ટ્રાન્સફોર્મરો જપ્ત કરી જમા લઇ લેવામાં આવ્યા હતા. કડક કાર્યવાહી બાકી લેણદારો માટે લાલબતી સમાન હોય ગ્રાહકોમાં વીજબીલ ભરવાની નીતીનો અંત આવશે તેવું પીજીવીસીએલના સુત્રોએ જણાવ્યું હતું.આ તમામ કાર્યવાહી ભાવનગર મુખ્ય ઇજનેર એ.જી.તન્નારાણાના માર્ગદર્શનથી તથા અધિક્ષક ઇજનેર કે.વી.ભટ્ટ અન કાર્યપાલક ઇજનેર એન.આઇ.ઉપાધ્યાયની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી અને દંડ ફટકારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો