તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી તાલુકાનાં જીરા ગામે સાવજે કર્યું ધણખુંટનું મારણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવજો સીમમાં ચઢી આવતા ફફડાટ

ધારીતાલુકાના જીરા ગામે છેલ્લા કેટલાક સમયથી દરરોજ સાવજોના આંટાફેરા વધ્યા હોય લોકોમા ભય ફેલાયો છે. ત્યારે અહી ગઇકાલે રાત્રીના એક સાવજે એક ધણખુટનુ મારણ કર્યુ હતુ. જીરા ગીરકાંઠાનુ ગામ હોવાથી અહી દરરોજ સાવજો આવી ચડે છે.

સાવજ દ્વારા ધણખુટના મારણની ઘટના ધારી તાબાના જીરા ગામે બની હતી. અહી ગતરાત્રીના શિકારની શોધમા એક સાવજ આવી ચડયો હતો અને અહી એક ધણખુટનો શિકાર કરી મિજબાની માણી હતી. ગામમા સાવજની ત્રાડોથી લોકો થરથર કંપી ઉઠયાં હતા. જો કે બાદમા સાવજે અહીથી ચાલતી પકડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જીરા ગીરકાંઠાનુ ગામ હોય અહી દરરોજ આઠથી દસ સાવજો ગામ આસપાસ અને વાડી ખેતરોમા આંટાફેરા મારતા હોય છે જેના કારણે લોકોમા પણ સતત ભય જોવા મળે છે. અહી અવારનવાર સાવજો દુધાળા પશુઓનુ મારણ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો