તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • બળેજનાં યુવાને પવનચક્કી આધારીત પુલનો પ્રોજેક્ટ તૈયાર કર્યો, જાપાન જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળેજનાં યુવાને પવનચક્કી આધારીત પુલનો પ્રોજેક્ટ તૈયાર કર્યો, જાપાન જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રીજ પરથી વાહન બંધ કરીને પાર કરી શકાશે, ઉર્જા પણ ઉત્પન્ન થશે

બળેજગામે રહેતા અને સરકારી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બાલુ રૂડા ઉલવા નામના વિદ્યાર્થીએ તાલુકાકક્ષાએ એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેમાં વિન્ડ ફાર્મ આધારીત બ્રીજ બનાવ્યો છે. બ્રીજ ઉપરથી કોઈપણ ભારે વાહન બંધ કરીને બ્રીજ પસાર થઈ શકે તે પ્રકારનું એક આકર્ષક મોડેલ તૈયાર કર્યું હતું. તાલુકાકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી વિદ્યાર્થીનું મોડેલ પ્રથમ સ્થાને રહ્યું હતું. રાષ્ટ્રીયકક્ષાએ પ્રોજેક્ટ દ્વિતિય સ્થાને રહ્યો હતો અને સૌથી મહત્વની સફળતા કહી શકાય કે ભારત સરકારે પ્રોજેક્ટનો ડેમો જાપાન સરકારને મોકલી આપ્યો છે અને આગામી મે માસમાં વિદ્યાર્થીને જાપાન સરકાર ત્યાં બોલાવશે અને પ્રોજેક્ટ ઉપર વિદ્યાર્થી સાથે ચર્ચા કરશે અને તે પ્રકારનું એક મોડેલ બનશે. આગામી દિવસોમાં મેગા સીટીમાં પણ પ્રોજેક્ટ અમલી બનાવી શકાય તે દિશામાં સરકારે પણ પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો