તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • સરકારની ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઅો પરંપરાગત ચુલા પર રસોઇ કરવા મજબુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઅો પરંપરાગત ચુલા પર રસોઇ કરવા મજબુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંગલમાં ઇંધણ તરીકે લાકડા અને છાણાનો ઉપયોગ, ઉજ્જવલા યોજનાનાં ગેસ સરકાર પહોંચાડી શકી નથી

દેશનાપ્રધાનમંત્રી ચુલા પર રસોઇ કરી તેના ધુમાડાથી બિમાર પડતી મહિલાઓની ચિંતા કરી રહ્યાં છે. તે કદાચ જનતાને ગમતી વાત છે. પરંતુ ગીરની મહિલાઓને સરકારની ઉજ્જવલા જેવી યોજનાનો હજુ કોઇ લાભ મળતો નથી. અહીની મહિલાઓ હજુ પણ પરંપરાગત ચુલાઓ પર રસોઇ કરે છે જે સતત ધુમાડો ઓકે છે. અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો છે. ગીરકાંઠે અને જંગલની અંદર હજુ પણ ઇંધણ તરીકે મોટાભાગે લાકડા અને છાણાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉજ્જવલા યોજનાનો લાભ દેશના અનેક વિસ્તારમા મળી રહ્યો છે. જો કે વાસ્તવિક રીતે તમામ મહિલાઓને સમસ્યામાથી મુકિત અપાવવી હશે તો સરકારે ગીરની મહિલાઓની પણ ચિંતા કરવી પડશે. ગીરની અંદર જુદાજુદા નેશમા હજુ પણ પરંપરાગત ચુલાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમા વપરાતા ચુલા કરતા અલગ પ્રકારના છે. જેની વધારાની રાખ ચુલાના આગળના ભાગમા જમા થાય છે. ગીરના માલધારીઓને આસપાસના ગામોમાથી કેરોસીન તો મળી રહે છે પરંતુ ગેસના ચુલાઓ હજુ અહી પહોંચ્યા નથી. જેના કારણે અહીની મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે.

ગીર જંગલની અંદર આવેલ ખજુરી નેશ, નાના મેઢી નેશ, લેરીયાનેશ, દોઢીનેશ, આંસુદરીનેશ, ભુતડાનો નેશ, સાપનેશ, ગંધારાનો નેશ, રેબડીનેશ, અરબનેશ વિગેરે નેશમા પ્રકારનુ ચિત્ર જોવા મળી રહ્યું છે.

કયા કયા નેશમાં ચુલાનો ઉપયોગ ω?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો