• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • વિસાવદર પંથકનાં સુવેડી નેસમાં ઝુંપડીમાં ઘુસેલા દીપડાને બેભાન કરી બહાર કઢાયો

વિસાવદર પંથકનાં સુવેડી નેસમાં ઝુંપડીમાં ઘુસેલા દીપડાને બેભાન કરી બહાર કઢાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં સુવેડી નેસમાં સત્તાધારની જગ્યામાં પાડીનું મારણ કરી ઝુંપડીમાં છુપાઇ ગયેલા દીપડાને વનતંત્રે બેભાન કરી બહાર કાઢયો હતો. ગીરના નેસડાઓમાં ભાગ્યેજ બનતી ઘટના સુવેડી નેસમાં બની હતી. ગત તા.22નાં રાત્રીનાં સુવેડી નેસ વિસ્તારમાં આવેલી સત્તાધારની જગ્યામાં ઘુસી આવેલો દીપડો પાડીનું મારણ કરી ઝુંપડીમાં સંતાઇ ગયો હતો. આ અંગે સવારનાં માલધારીને જાણ થતાં વિસાવદર વનતંત્રને વાકેફ કરતાં સ્ટાફ સ્થળ પર પહોંચી દીપડાને ઝુંપડીમાંથી બહાર કાઢવા મહેનત કરી હતી. પરંતુ ઝુંપડીમાંથી ન નિકળતાં સાસણની રેસ્કયુ ટીમને મદદે બોલાવી ટ્રાંકવીલાઇઝ ઇન્જેંકશન મારી દીપડાને બેભાન કરી ઝુંપડીમાંથી બહાર કાઢી પાંજરામાં પુરી સાસણ મોકલી અપાયો હતો.

નેસડામાં ભાગ્યેજ આવી ઘટના બને
નેસડામાં ભાગ્યેજ આવી ઘટનાઓ બનતી હોય છે. કેમકે માલધારીઓની ભેંસો જ વન્ય પ્રાણીઓને ઝોકમાં ઘુંસવા દેતી નથી. પરંતુ આ કિસ્સામાં ભુખ્યો થયેલો દીપડો મોતની સામે ઝઝુમી ઝોકમાં ઘુંસી જતાં વન વિભાગનો સ્ટાફ પણ અચંબામાં પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...