મીતીયાળામાં પરિણીતાને શખ્સ ભગાડી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદનામીતીયાળામાં દોઢ માસ પહેલા અહી રહેતી એક પરિણીતાને ચલાલાનો શખ્સ બદકામ કરવાના ઇરાદે ફોસલાવીને લઇ ગયો હતો. જાફરાબાદના મીતીયાળામાં રહેતા શામજીભાઇ ટપુભાઇ મકવાણા નામનો યુવાન પોતાની પત્ની સાથે ઘર સંસારમાં સુખી જીવન વિતાવી રહ્યા હતા. સુખી સંસારમાં અંધકાર લાવનાર ધારી તાબાના ચલાલાનો શખ્સ ભાવેશ મગન ઘોઘારીએ શામજીભાઇની પત્ની પર ખરાબ નજર કરી હતી. યુવાન અને તેની પત્નીનું લગ્ન ચાલુ હોવા છતા ભાવેશ નામના શખ્સ યુવાનની પત્નીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે દોઢ માસ પહેલા અહી મીતીયાળાથીજ ભગાડીને લઇ ગયો હતો. આથી યુવાને ગઇ કાલે જાફરાબાદ પોલીસ મથકમાં બારમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...