તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી અને ધારી પંથકમાં ઝાપટા: સારા વરસાદની રાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેહુલીયોજગતના તાતને ટટળાવી રહ્યો છે. માત્ર ખેડૂતો શું કામ વેપારીઓથી લઇ નોકરીયાત વર્ગ અને મજુર વર્ગ પણ સારા વરસાદની રાહમા છે. કારણ કે અમરેલી જિલ્લાનુ અર્થતંત્ર ખેતી પર નભે છે. અને હાલમા વરસાદ ખેંચાયો છે. આજે અમરેલી અને ધારી પંથકમા માત્ર હળવા ઝાપટા પડયા હતા.

મેઘરાજાની કાગડોળે રાહ જોવાઇ રહી છે. પરંતુ મેહુલીયાના દર્શન થતા નથી. આકાશમાં વાદળો છવાય છે પરંતુ વરસતા નથી. દરરોજ જુદાજુદા વિસ્તારમા છુટાછવાયા ઝાપટા જરૂર વરસે છે પરંતુ સાર્વત્રિક વરસાદ થતો નથી. છેલ્લા કેટલાક દિવસોથી માત્ર ઝાપટાઓ વરસી રહ્યાં છે. આજે પણ સીલસીલો જળવાઇ રહ્યો હતો.

આજે બપોરે અમરેલીમાં જોરદાર ઝાપટુ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. બપોરે કાળા ડિબાંગ વાદળો જરૂર છવાયા હતા પરંતુ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તંત્રના ચોપડે અમરેલીમા 3મીમી વરસાદ નોંધાયો હતો. આજે ધારી પંથકમા પણ હળવા ઝાપટા વરસ્યા હતા. જિલ્લામા અન્યત્ર કયાંયથી પણ વરસાદના વાવડ મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો