ધારીમાં બે બાઇક અથડાતાં બેને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીમાંઆજે ખાંભા રોડ પર રેલવે ફાટક પાસે સવારમાં બે મોટર સાયકલ સામસામે અથડાતા બે યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. બન્નેને સારવાર માટે પ્રથમ ધારી અને ત્યાથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રીફર કરાયા હતાં. અકસ્માતની ઘટના આજે ધારીમાં ખાંભા રોડ પર રેલવે ફાટક નજીક સવારે આઠેક વાગ્યાના સુમારે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અહિં બે મોટર સાયકલ સામસામે અથડાયા હતાં. ધારી તાલુકાના ગીગાસણ ગામનો જયેશ નાનજીભાઇ ગીગાસણા (ઉ.વ. 25) પોતાનું મોટર સાયકલ લઇ આવી રહ્યો હતો ત્યારે વેકરીયાપરાથી ખાંભા તરફ જઇ રહેલા ગાંડાભાઇ મનજીભાઇ (ઉ.વ. 54)ના મોટર સાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો. ઇંટોના ભઠ્ઠા નજીક બન્ને બાઇક અથડાતા તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતાં. કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ડો. ભરત ત્રિવેદી, પાયલોટ પ્રવિણભાઇ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને બન્ને ઘાયલને સારવાર માટે ધારી દવાખાને ખસેડાયા હતાં. જ્યાંથી બન્નેને વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરવામાં આવ્યા છે.

ઘાયલ થયેલ બંન્ને બાઇક સવારોને સારવારમાં ખસેડાયેલ. }અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...