તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • ધારીમાં મહા શિવરાત્રી નિમિતે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

ધારીમાં મહા શિવરાત્રી નિમિતે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીખાતે શેત્રુજી નદીના કાંઠે બીરાજતા ખેતનાથ મહાદેવ મંદિરે આગામી સોમવારે મહા શિવરાત્રી મહોત્સવની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. અહિં અભિષેક, લઘુરૂદ્ર, બ્રહ્મ ભોજન, શિવધુન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. મહા શિવરાત્રી પર્વ પર શહેરભરના શિવ મંદિરોમાં ભોળાનાથનો મહિમા ગુંજી ઉઠશે.

અહિં શેત્રુજી નદી પર ખેતનાથ મહાદેવ, અંબાધામ તથા ખેતલીયાદાદાનો ગોખલો એમ ત્રિવેણી સંગમ છે. હવે અહિં મહા શિવરાત્રી પર્વ પર ભજન, ભોજન અને ભક્તિનો પણ ત્રિવેણી સંગમ થશે. આગામી સોમવારે મહા શિવરાત્રી પર ખેતનાથ મહાદેવ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારના 5 થી 8 વાગ્યા દરમીયાન ભોળાનાથને અભિષેક કરવામાં આવશે. સવારે 8:30 કલાકે હોમાત્મક અને લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયુ છે. બપોરે અહીં ભોજન થાળ, મહા આરતી અને ભાંગના પ્રસાદનું આયોજન છે અને ત્યારબાદ બ્રહ્મ ભોજન તથા ફરાળ અને બપોરે 2 કલાકે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તથા ત્યારબાદ બીડુ હોમવામાં આવશે. અહિં સાંજે મહિલા સત્સંગ મંડળ દ્વારા શિવધુનનું પણ આયોજન કરાયુ છે.

મોડી સાંજે સવા આઠ વાગ્યે ઘંટેશ્વર મહાદેવ મંદિર બગીચા પાસેથી સોમનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા શરૂ થશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી ખેતનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. બાદમાં અહિં શિવ સત્સંગ અને શિવધુનનું આયોજન કરાયુ છે અને રાત્રે 12 વાગ્યે મહાદેવની ભવ્ય આરતી થશે. શહેરના દરેક શિવમંદિરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

ઉલ્લેખનીય છે કે, ધારીમાં શેત્રુંજી નદીના કાંઠે ખેતનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોય ભાવિકો દ્વારા કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. અને ગ્રામજનો, કાર્યકરતાઓ દ્વારા શિવરાત્રિના ત્રિવિધ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...