• Gujarati News
  • ધારી યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવા માંગ

ધારી યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદી કરવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીબજરંગ ગ્રુપ, ચેમ્બર ઓફ કોમર્સ અને યાર્ડના વાઇસ ચેરમેન પરેશભાઇ પટ્ટણી દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયું છે કે ધારી પંથકમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ધારીમાં માત્ર બે જીનીંગ મિલો છે. ઉપરાંત અહી મોટા વેપારીઓ પણ નથી તેમજ સંસ્થાકીય કે સીસીઆઇની ખરીદી હોય ખેડૂતોને પુરતા ભાવો મળી શકતા નથી. ખેડૂતોને નાછુટકે દુરના યાર્ડમાં કપાસ વેચવા જવુ પડે છે. યાર્ડમાં જો સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામા આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. હાલ ખેડૂતોને કપાસનો પુરતો ભાવ મળતો હોય પરેશાની ભોગવી રહ્યાં છે. ત્યારે તાકિદે યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામા આવે તેવી માંગ કરાઇ છે.