• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • સાવરકુંડલા અને ધારીમાં વિભાજનવાળી ગ્રા.પં.ની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા

સાવરકુંડલા અને ધારીમાં વિભાજનવાળી ગ્રા.પં.ની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજી એપ્રિલે મતદાન યોજાશે, ઉમેદવારીપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 20 માર્ચ

રાજયચૂંટણીઆયોગ-ગાંધીનગર દ્વારા તા.૧ થી તા.૫ એપ્રિલ સુધીમાં મુદ્દત પૂરી થતા ગ્રામપંચાયતોની સામાન્‍ય તથા વિભાજનથી નવીન અસ્‍તિત્‍વમાં આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ-ગાંધીનગર દ્વારા સાવરકુંડલા તાલુકાની બે ગ્રામપંચાયત ગાધડકા અને નાળ-કેદારિયા જૂથ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્‍યું છે. સાવરકુંડલા તાલુકામાં વિભાજન થયા બાદ ૧. ગાધડકા, ૨.ગણેશપરા, ૩.નાળ અને ૪. કેદારિયા એમ ચાર ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. ધારી તાલુકાની ઝર ગ્રામપંચાયતનું વિભાજન થતાં ૧. ઝર અને ૨.ઝરપરા એમ બે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. વિભાજનવાળી અને તા.૧ થી તા.૫ એપ્રિલ સુધી મુદ્દત પૂર્ણ થતા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે, તેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્‍યો છે.રાજયના ચૂંટણી આયોગના અધિકારી તરીકે સંબંધિત પ્રાંત અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૫(૧) મુજબ ચૂંટણી યોજવાની તારીખ તથા ગુજરાત પંચાયત ચૂંટણી-૧૯૯૪ના નિયમ ૯(૧) મુજબ સરકારી રાજયપત્રમાં પ્રસિધ્‍ધ કરવાની તારીખ તેમજ ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ ૯(૨) અનુસાર ચૂંટણીના તબક્કા જાહેર કરતુ જાહેરનામુ બહાર પાડવાની તેમજ સરકારી રાજયપત્રમાં પ્રસિધ્‍ધ કરવાની તા.૧૪ માર્ચ-૨૦૧૭ છે.ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ ૧૦ મુજબ ચૂંટણી અધિકારીએ જાહેર નોટિસ નમૂના નંબર (ક)માં બહાર પાડવાની તા.૧૪ માર્ચ-૨૦૧૭ છે. ઉમેદવારી પત્રો સ્‍વીકારવાની છેલ્લી તા.૨૦ માર્ચ અને ચકાસણીની તા.૨૧ માર્ચ છે. તા.૨૨ માર્ચને બપોરે વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. આવશ્યક હોય તો મતદાન તા.૨ એપ્રિલ-૨૦૧૭ના રોજ સવારે થી સાંજે વાગ્યા સુધી થશે. જિલ્‍લા ચૂંટણી અધિકારીએ ગ્રામપંચાયત માટે વોર્ડવાર આખરી જાહેર કરેલા-પ્રસિધ્ધ કરેલા મતદાન મથકો પર મતદાન થશે. પુનઃમતદાન યોજવાનું થાય તો તા.૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...