તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા રજૂઆત

ગુજરાતજનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે શું ઇ.વી.એમ વોટીંગ મશીન 100 ટકા વિશ્વાસપાત્ર અને ભરોસા પાત્ર છે ? ગુજરાત વિધાનસભાની ચુંટણી બેલેટ પેપરથી થવી જોઇએ. કારણ કે દેશભરના લોકોને હવે ઇવીએમમાં વિશ્વાસ રહ્યો નથી.

ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડાનું કહેવુ છે કે ઇ.વી.એમ મશીન હટાવો અને બેલેટ લાવો સાથે કહ્યુ હતુ કે ઇ.વી.એમ મશીન ભરોસા પાત્ર નથી, આતો ઇલેકટ્રોનિક આઇટમ છે. જે ગમે ત્યારે, ગમે તે પ્રકારના ગોટાળા કરી શકે છે. જો ઇ.વી.એમ વોટીંગ મશીન 100 ટકા વિશ્વાસપાત્ર,ખાત્રીબંધ,ભરોસાપાત્ર હોય તો તેની સંપુર્ણ જવાબદારી કોણ કોણ સ્વીકારે છે ? ઇ.વી.એમ વોટીંગ મશીનમાં જેટલા ગપ ગોટાળા કરવા હોય તેટલા કરી શકાય છે, તે સામાન્ય નાગરીક પણ હવે જાણતો સમજતો થઇ ગયો છે. જયારે જયારે સામેનો ઉમેદવારો ને હરાવવાનો કારસો કરવાનો હોય ત્યારે જયાં જે બુથમાં સતાધારી પક્ષને મત મળે તેમ હોય તેવા બુથની યાદી સરકારી બાબુઓને આપી ગોટાળા કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો