તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • દલખાણીયામાં હાથ બેટરી ફાટતા યુવાનને હાથમાં ગંભીર ઇજા થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલખાણીયામાં હાથ બેટરી ફાટતા યુવાનને હાથમાં ગંભીર ઇજા થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારીનજીક આવેલ દલખાણીયા ગામમાં રહેતા ચીરાગ મગનભાઈ સેંજલીયા નામનો ૧૮ વર્ષીય યુવાન અમરેલી ખાતે આવેલ પ્રતાપરાય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. જે પોતાના ઘરે અને વાડી ખેતર માં ઉપયોગી એવી ચાઈના કંપનીની હાથ બેટરી રીપેરીંગ કરી રહ્યો હતો, જે દરમિયાન છેડા રીપેરીંગ કરતી વેળાએ અચાનક બેટરીનુ ટ્રાન્જેકટર ફાટતા ચીરાગભાઈનાં હાથમાં ગંભીર ઈજા થયેલી હતી. ઘડાકાનો અવાજ સાંભળતા આસપાસના લોકો ભેગા થઇ ગયેલા અને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ચિરાગભાઇને ધારી સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવેલ હતો. વધુ સારવાર માટે અમરેલી ખાતે આવેલ ગોળ દવાખાને રીફર કરવામાં આવેલ હતો. ત્યાર બાદ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થતા અમદાવાદ ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં ચિરાગભાઈની સારવાર દરમિયાન હાથની એક આંઞળી કપાઇ ઞઇ છે તેમજ બીજી એક આંગળીમાં ફેકચર થયુ છે. ત્યારે બીજી તરફ જાણવા મળતી માહિતી મુજબ ચીરાગભાઇને કોલેજમા પરીક્ષા પણ ચાલી રહી છે.આ દુર્ઘટનાના કારણે નાના એવા દલખાણીયા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો