તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • ચલાલામાં 195મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પ યોજાશે

ચલાલામાં 195મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલાલા| ચલાલામાંવિવિધ સેવાકીય કાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર, ધારી રોડ ચલાલા ખાતે આગામી તા. 13 સપ્ટેમ્બરના રોજ 195મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાનાર કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે. આંખના કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવશે. અને ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ખાતે લઇ જઇ ફેકોમશીન દ્વારા ઓપરેશન કરી વિનામુલ્યે નેત્રમણી મુકી અદ્યતન સારવાર અને દવા આપવામાં આવશે. દંતયજ્ઞમાં દાંતના તમામ રોગો જેવા કે, દાંત કાઢવાવગેરેની સારવાર વિનામુલ્યે કરાશે.

અન્ય સમાચારો પણ છે...