તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરનાથની યાત્રા પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં વિસાવદરે બંધ પાળ્યો

અમરનાથની યાત્રા પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં વિસાવદરે બંધ પાળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદાર ચોકમાં પુતળા દહનનાં કાર્યક્રમ બાદ વિશાળ રેલી, આવેદન પાઠવ્યું

હિન્દુધર્મની આસ્થા અમરનાથની યાત્રા પર ગયેલા યાત્રિકો પર ગોળીઓ વરસાવી સાત ગુજરાતીઓના મોત બાદ સમગ્ર ભારતમાં રોષ ભભુકી ઉઠયો હતો. જે બનાવના વિરોધમાં બુધવારે વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વિસાવદર શહેર બપોર સુધી સજજડ બંધ રહયું હતું. બપોર બાદ અશંત: દુકાનો ખોલવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ, વીએચપી બજરંગદળ, શિવસેના, ડાયમંડ એસોસીએશન દ્વારા અગાઉ નિર્ધારીત કાર્યક્રમ મુજબ સરદાર ચોકમાં પુતળાદહન બાદ મોટી સંખ્યામાં રેલી યોજાઇ હતી. રેલીમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો, વેપારીઓ, ખેડુતો, રત્ન કલાકારો જોડાયા હતાં અને શહેરભરમાં વિશાળ રેલી સ્વરૂપે નિકળી દુકાનદારોને બંધની અપીલ કરતા તમામ વેપારીઓએ પોત પોતાના ધંધા રોજગાર બંધ કરી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હિન કૃત્યને વખોડયું હતું. રેલી શહેરની તમામ બજારોમાં ફરી પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા લગાવતા રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ પહોંચી જયાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. રેલીમાં કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા, વિશ્વ હિન્દુ પરિષદના હરીભાઇ સાવલીયા, બજરંગદળ ચેમ્બર ઓફ કોમર્સ અને શિવસેનાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાઇને બંધને સફળ બનાવવા મહેનત હાથ ધરી હતી.

પાકિસ્તાનને જવાબ આપવા ગ્રામજનોની માંગ. તસ્વીર:વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...