િજલ્લામાં 14 મહિલા સરપંચો બિનહરીફ થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 8 એપ્રિલે ચૂંટણી યોજાય પૂર્વે 18 ગ્રામ પંચાયતો બિનહરીફ થઇ

અમરેલીજીલ્લામાં આગામી 8મી એપ્રિલે ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાવાની છે. તે પૂર્વે 18 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. જ્યારે 52 ગ્રામ પંચાયતો અંશત: બિનહરીફ છે. 18 ગ્રામ પંચાયતોના 144 તથા 52 ગ્રામ પંચાયતોના 128 મળી કુલ 272 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. જ્યારે કુલ 22 સરપંચો પણ બિનહરીફ થયા છે.

અમરેલી જીલ્લાની 18 ગ્રામ પંચાયતો બિનહરીફ થઇ છે. જેના 144 વોર્ડના સભ્યો બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. અમરેલી, ખાંભા, રાજુલા અને બાબરા તાલુકામાં 24-24 સભ્યો તથા વડીયા તાલુકામાં 16 અને લાઠી, સાવરકુંડલા, ધારી અને લીલીયા તાલુકામાં એક-એક ગ્રામ પંચાયતના આઠ-આઠ સભ્યો બિનહરીફ થયા છે. 18 ગ્રામ પંચાયતના 18 સભ્યો પણ બિનહરીફ ચુંટાયા છે. ઉપરાંત અમરેલી જીલ્લામાં 52 ગ્રામ પંચાયતો અંશત: બિનહરીફ થઇ છે. જેમાં કોઇને કોઇને વોર્ડના સભ્ય કે સરપંચ બિનહરીફ ચુંટાયા છે. 52 ગ્રામ પંચાયતોના 128 સભ્યો બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. ઉપરાંત ગ્રામ પંચાયતના ચાર સભ્યો પણ બિનહરીફ ચુંટાયા છે.

આમ જીલ્લામાં કુલ 22 સરપંચ અને 272 વોર્ડ બિનહરીફ થયા છે. જે 22 સરપંચો બિનહરીફ ચુંટાયા છે તેમાં 14 મહિલા સરપંચો પણ બિનહરીફ થયા છે.

જેમાં 11 સામાન્ય સ્ત્રી મહિલાઓ અને ત્રણ સામાજીક-શૈક્ષણીક પછાત વર્ગની મહિલાઓ સરપંચ બની છે.

અન્ય સમાચારો પણ છે...