તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાયાત્રા પુર્ણ કરનાર સંતોનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં સાધુ સમાજનાં આગેવાનોએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું

સાવરકુંડલાનાંસંતોએ નર્મદા નદીની 3200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હોવાથી સાવરકુંડલા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના સંતોએ નર્મદા યાત્રામાં વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત પણ લીધી હતી.

સાવરકુંડલાના સાધુ સમાજના અગ્રણીઓ તથા વિવિધ મંદિરોનાં મહંતો દ્વારા ભરૂચ દહેજના રેવાસાગર દરિયાના કિનારેથી નર્મદા યાત્રાની 3200 કિલોમીટરની યાત્રા અમરકંટક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. તથા યાત્રા પૂર્ણ કર્યા બાદ રેવાસાગર દરિયામાં નાવ દ્વારા ભીમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો.

નર્મદા યાત્રામાં ઉદયગીરી બાપુ-મેલડી આશ્રમ, કરશનગીરી બાપુ-કુંડલપુર હનુમાન સાવરકુંડલા, વિનગીરીબાપુ-રિધ્ધી સિધ્ધી નાથ મહાદેવ સાવરકુંડલા, હિંમતપડી બાપુ- પ્રેમપરા ધારી વિગેરે યાત્રામાં જોડાયા હતા અને યાત્રા પૂર્ણ કરી હતી. તકે ભક્તિરામ બાપુ માનવ મંદિર, મનિષા દીદીના બાપનું ઘર વગેરે સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા.

લોકોએ સંતોનું હારતોરાથી સ્વાગત કર્યું તસ્વીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો