તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા ઝીંઝુડામાં યુવાનને સાત શખ્સોએ મારમાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારીયા અને તલવાર વડે હુમલો કરાયો

સાવરકુંડલાતાલુકામાં આવે મોટા ઝીજુડામાં ગત તા.17 રાત્રીના 9 વાગ્યા આસપાસ જયંતિભાઇ ભીમજીભાઇ આદરોજા નામના યુવાનના ઘર પાસે લાભુ ભાદા નામનો શખ્સ પેશાબ કરતો હતો. જેથી જયંતિભાઇએ પેશાબ કરવાની ના પાડતા મારામારી સર્જાઇ હતી. જેમાં લાભુ ભાદા,વિપુલ ભુપત,ભુપત ભાદા,દેવશી ભાદા,લાલજી દેવશી,મુન્ના લાભુ,જીવા લાભુ નામના સાત શખ્સોએ ધારીયા,તલવાર અને બડીયા લઇને ગેરકાયદેસર રીતે મંડળી રચીને હુમલો કરેલ હતો. જેમાં સુરેશભાઇ શ્યામજીભાઇ આદરોજા નામના યુવાનને માથામાં ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવની ફરિયાદ ધીરૂભાઇ ભીમજીભાઇ આદરોજાએ સાવરકુંડલા રૂરલ પોલિસ સ્ટેશનમાં નોંધાવતા સાવરકુંડલા રૂરલ પોલિસ સ્ટેશનના ફોજદાર યુ.જી શાહે આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો