તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

અમરેલીજિલ્લાના પીવાના પાણી સહિતના ગ્રામ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યું. લોકોની સુવિધામાં વધારો કરવા જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ અમરેલી જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠકમાં જિલ્લાના અધિકારીઓને સુચવ્યું હતું.

કલેક્ટર રાણાએ વધુમાં જણાવ્યું હતું કે,“વિજળી બચાવો”માટે સોલાર લાઇટ વસાવવા અને ગ્રામ વિકાસના વિકાસકામો લોકોની જરૂરિયાતોને લક્ષમાં રાખી કરવા જરૂરી હોય છે. ત્યારે લોકોની આકાંક્ષાને પુરી કરવા દરેક અધિકારીઓએ પુરતું ધ્યાન આપી જરૂરીયાત મુજબના કામોને અગ્રતા આપવા તેમણે જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતના અધ્યક્ષા જેનીબેન ઠુંમર અગાઉ રજુ કરેલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. બેઠકના પ્રથમ તબક્કામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાઢેરે દરેક વિભાગના આંતરિક પ્રશ્નો અને પેન્સન કેસો સહિત બાકી પ્રશ્નોની ચર્ચા કરી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમાર, નાયબ વન સંરક્ષક રામ તથા રાજુલા, ધારી પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટડ, પીજીવીએલના અધિકારી તથા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લોકોની પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં લઇ દરેક પ્રશ્નોનો હલ આવે રીતે દરેક અધિકારીઓ અને કર્મચારીઓએ કામ કરવું અેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો