તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • જિલ્લાનાં ચાર સ્થળેથી રેડ દરમિયાન પોલીસે દેશીદારૂ પણ કબ્જે કર્યો

જિલ્લાનાં ચાર સ્થળેથી રેડ દરમિયાન પોલીસે દેશીદારૂ પણ કબ્જે કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાંથી પોલીસે જાહેરમાં પીધેલી હાલતમાં લથડીયા ખાતા અલગ અલગ સ્થળોએથી 13 શરાબીઓને પોલીસે પકડી પાડ્યા હતા. અને ગેરકાયદેસર રીતે દેશીદારૂનો વેચાણ કરતા રેડ દરમીયાન ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

જિલ્લાની પોલીસે અલગ અલગ સ્થળોએથી 13 શરાબીઓને પકડી પાડ્યા હતા. તમામ શરાબીઓ નશો કરેલી હાલતમાં લથડીયા ખાતા પોલીસે પકડીને લોકઅપની હવા ખવડાવી હતી.

તેમજ પોલીસે ગેરાકાયદેસર રીતે દેશીદારૂનો વેચાણ કરતા લાઠીના ધામેલમાંથી હિમત બાબા પરમાર પાસેથી રૂ.3 હજારનો દેશીદારૂ અને એક મોટરસાયકલ, દામનગરના રાભડામાંથી પાનુબેન મનજીભાઇ વાઘેલા પાસેથી રૂ.80નો દેશીદારૂ, ધારીના ખોખરામાંથી રૂ.420/-નો દેશીદારૂ, સાવરકુંડલાના હાથસણી રોડ પરથી ગગુબેન વિક્રમભાઇ પાસેથી રૂ.20/-નો દેશીદારૂ પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસની હડફેટે ઝડપાયેલા આરોપી

સુરેશભુપત અદગામા,અશોક ઉર્ફે ભગત લવજી મકવાણા, રસીક પ્રવીણ જેઠવા, વિઠલ ગોબર મકવાણા ,મુકેશ પરશોતમ, ભાવેશ કિર્તી, રાજુ વિઠ્ઠલ ચૌહાણ, વિજય વિઠ્ઠલ ચૌહાણ, મેહુલ ધીરૂ મકવાણા, રાહુલ ચિરંજી, કિશન મગન ચુડાસમા,નાનજી ભીમા જીજુવાડીયા ,અરવિંદ ગોબર રંગપરીયા

અન્ય સમાચારો પણ છે...