તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોરીને અડપલા કરવાનાં મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાઇપ, ધારીયા વડે સામસામી મારામારી, 3 ને ઇજા

લાઠીતાલુકાના ભીંગરાડ ગામે કિશોરીને ખાડામા લઇ જઇ શરીરે અડપલા કરવાના મુદ્દે બે પરિવાર વચ્ચે લાકડી, ધારીયા અને પાઇપ જેવા હથિયાર વડે મારામારી થતા ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી જે અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે. મારામારીની ઘટના લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બની હતી. અહીના લલીતભાઇ પ્રવિણભાઇ ખેર (ઉ.વ.22) નામના બાબર યુવક સહિત બે વ્યકિત પર શૈલેષ મનજી પરમાર, મનજી લક્ષ્મણ, દિનેશ લક્ષ્મણ સહિત આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. લલીતભાઇની ભત્રીજી સાથે શૈલેષ પરમારે અડપલાઓ કરતા બોલાચાલી થઇ હતી. જેનુ મનદુખ રાખી લાકડી અને ધારીયા જેવા હથિયારથી હુમલો કરી તેમણે બે વ્યકિતને ઇજા પહોંચાડી હતી.

જયારે સામાપક્ષે અંગે મીનાબેન દીનેશભાઇ પરમારે પ્રવિણ કેશુભાઇ, દકુ બાબર, દિનેશ કેશુભાઇ, ગોપાલ પ્રવિણભાઇ સહિત નવ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું છે કે તેમના ઘરમા ઘુસી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી લાકડી અને પાઇપના ઘા મારી ઇજા પહોંચાડી હતી. તો અહીના હેતલબેન મનજીભાઇ પરમારે પ્રવિણ કેશુભાઇ બાબર સામે તેની સાથે બોલાચાલી કરી પેટ અને છાતીના ભાગે મારમારી છેડતી કરવા સબબ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...