• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • જીલ્લાની પાંચ પૈકી ચાર સીટ માટે કોંગ્રેસમાં 47 દાવેદારો

જીલ્લાની પાંચ પૈકી ચાર સીટ માટે કોંગ્રેસમાં 47 દાવેદારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં કોંગી નિરીક્ષકોએ વિધાનસભા લડવા માંગતા આગેવાનોને સાંભળ્યા : અમરેલી સીટ માટે એકપણ દાવેદારી નહિ

વિધાનસભાનીચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અમરેલીમાં નિરીક્ષકો મોકલી ચુંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળ્યા હતાં. જીલ્લાની પાંચ પૈકી ચાર વિધાનસભા માટે 47 દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો હતો. જ્યારે અમરેલી સીટ માટે એકેય દાવેદાર સામે આવ્યા હતાં. અહિં વર્તમાન ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ નિશ્ચિત મનાઇ રહ્યુ છે.

પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોએ આજે અમરેલીમાં સર્કીટ હાઉસ ખાતે જીલ્લાભરના કોંગ્રેસી આગેવાનોને સાંભળ્યા હતાં અને ચુંટણી લડવા ઇચ્છતા દાવેદારોને પણ સાંભળ્યા હતાં. જીલ્લાની પાંચ સીટ માટે મુખ્ય નિરીક્ષક તરીકે મુર્તજાખાન પઠાણ, રાજુલા સીટ માટે હબીબખાન પઠાણ, બાબરા સીટ માટે પ્રવિણભાઇ મારૂ, અમરેલી સીટ માટે ગામી, ધારી સીટ માટે પ્રદિપભાઇ ત્રિવેદી અને સાવરકુંડલા સીટ માટે પ્રતાપભાઇ વરૂ નિરીક્ષક તરીકે હતાં. ધારી-બગસરા સીટ માટે આઠ દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો હતો. જ્યારે લાઠી-બાબરા સીટ માટે સૌથી વધુ 16 દાવેદારો, સાવરકુંડલા લીલીયા સીટ માટે નવ દાવેદારો અને રાજુલા-જાફરાબાદ સીટ માટે 14 દાવેદારો સામે આવ્યા હતાં.

અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી હાલમાં રાષ્ટ્રીય કોંગ્રેસમાં પોતાનું વજન ધરાવે છે અને અમરેલી સીટ માટે તેમનું સ્થાન નિશ્ચિત છે ત્યારે એકપણ આગેવાને અમરેલી સીટ માટે પોતાની દાવેદારી રજુ કરી હતી. પરેશ ધાનાણી હાલમાં રાહુલ ગાંધીની નજીક છે અને જીલ્લામાં કોંગ્રેસ પર તેમની પકડ કેટલી મજબુત છે તે આના પરથી સાબીત થયુ હતું.

અમરેલી ખાતે બેઠકમાં હાજર રહેલા કોંગી અગ્રણીઓ તસ્વીર-જયેશ લીંબાણી

બાબુભાઇ જાલંધરા

♀બાબુભાઇ રામ

પીઠાભાઇ નકુમ

ટીકુભાઇ વરૂ

વાઘજીભાઇ જોગદીયા

પ્રતાપભાઇ વરૂ

અંબાબેન નકુમ

ચંદ્રકાંત બારૈયા

અંબરીશભાઇ ડેર

પ્રવિણભાઇ બારૈયા

નાયાભાઇ ગુજ્જર

બાલાભાઇ સાંખટ

ધીરૂભાઇ પરમાર

મીઠાભાઇ લાખણોત્રા

રાજુલા-જાફરાબાદ સીટ

વિરજીભાઇ ઠુમ્મર

હનુભાઇ ધોરાજીયા

જનકભાઇ તળાવીયા

ઠાકરશીભાઇ મેતલીયા

જીતેન્દ્રકુમાર વાળા

નટુભાઇ જાસલીયા

☻હરેશભાઇ શીયાણી

ઝવેરભાઇ રંઘોળીયા

આંબાભાઇ કાકડીયા

મયુરભાઇ આંસોદરીયા

☻જયશ્રીબેન ડાબસરા

હિંમતભાઇ પટેલ

ભુપતભાઇ ગોહિલ

મનસુખભાઇ પલસાણા

પ્રવિણાબેન વાસડીયા

વાલજીભાઇ મકવાણા

કોકીલાબેન

પ્રદિપભાઇ

છગનભાઇ ધનજીભાઇ

વિપુલભાઇ

જે.વી. કાકડીયા

પારૂલબેન કિર્તીકુમાર

લાઠી-બાબરા મત વિસ્તારમાં સીટમાં કોની દાવેદારી ?

ધારી-બગસરામાં કોણ કોણ દાવેદાર ?

હર્ષદભાઇ સુચક

કેહુરભાઇ ભેડા

પ્રતાપભાઇ દુધાત

અજયકુમાર ખુમાણ

વલ્લભભાઇ જીંજુવાડીયા

☻નિરવ મસરાણી

ચંદ્રેશભાઇ રવાણી

દિપકભાઇ માલાણી

ઉમાબેન શેલડીયા

સાવરકુંડલા-લીલીયા સીટ

અન્ય સમાચારો પણ છે...