તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કણેરના યુવાનનું વીજશોકથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કણેરગામે રહેતો યુવાન વીજ વાયરને અડકી જતાં મોત નિપજ્યું હતું. ધારી તાલુકાના કણેર ગામે રહેતા રણજીત બદરૂભાઇ જેબલીયા (ઉ.વ.26) નામનો યુવાન પોતાની વાડીએ મચ્છર ભગાડવા હોય લીમડાની ડાળ તોડવા ઓરડી પર ચડયો હતો. લીમડાની ડાળ તોડતી વખતે તે ચાલુ વિજ વાયર અને ટીસીને અડી જતા વિજશોક લાગવાથી તેનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. બનાવ અંગે ચંપુભાઇ મામૈયાભાઇ જેબલીયાએ ધારી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...