તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રબારીકા ગામમાં દિપડાએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવાર અને વનતંત્રએ શોધખોળ હાથ ધરતાં માત્ર હાડકાં મળ્યા

પિતા મજુરી કામે અને માતા બહાર જતા દિપડો ઝુંપડામાં ઘુસી આવ્યો

અમરેલીપંથકના રેવન્યુ વિસ્તારમા અવારનવાર વન્યપ્રાણીઓ માનવભક્ષી બની જઇ લોકોને ફાડી ખાય છે. આવી એક વધુ ઘટના સાવરકુંડલા તાલુકાના રબારિકા ગામે બની હતી જયાં આજે સવારે એક દિપડાએ દેવીપુજક પરિવારની ચાર વર્ષની બાળકીને ઉપાડી જઇ ફાડી ખાધી હતી. બાળકીના માત્ર અવશેષો હાથ લાગ્યા હતા. ગામ લોકોમા ઘટનાથી ભારે ફફડાટ છે.

ધારીના આંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ બાળકીનો શિકાર કર્યો હતો. વનવિભાગના સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રબારીકાનો દેવીપુજક દિલીપ પરમાર તળાવના પાળે ઝુંપડુ બનાવી રહે છે અને મજુરીકામ કરે છે. સવારે તે મજુરીકામે ગયો હતો અને તેની પત્ની પણ બહાર ગઇ હતી. સમયે દિપડો તેમના ઝુપડામા ઘુસી આવ્યો હતો અને ચાર વર્ષની પુત્રી દયાને ઉપાડી લઇ ગયો હતો.

દયાની માતા ઝુપડે આવતા પુત્રીને જોઇ તેણે આસપાસ શોધખોળ આદરી હતી. પરંતુ દિપડાએ દયાને ફાડી ખાધી હોય માત્ર તેના અવશેષો હાથ લાગ્યા હતા. તાબડતોબ બારામાં વનતંત્ર અને પોલીસને જાણ કરવામા આવી હતી. જેને પગલે તંત્ર પણ દોડતુ થયુ હતુ. ગીરકાંઠાના તાલુકાઓમા અવારનવાર વન્યપ્રાણીઓ પ્રકારે માણસનો પણ શિકાર કરી નાખે છે જે ચિંતાનો વિષય છે.

સિંહ બાદ હવે દિપડાનો આતંક

ધારીનાઆંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ બાળકીનો શિકાર કર્યો હતો.

બાજુનાખેતરમાં લઇ જઇ બાળકીને ફાંડી ખાધી

દિપડોચાર વર્ષની દયાને ઝુપડામાથી ઉપાડી બાજુના ખેતરમા ઢસડી ગયો હતો અને તેને ફાડી ખાતા બાળકીના માત્ર છુટાછવાયા હાડકા સહિતના કેટલાક અવશેષો મળ્યા હતા.

દિપડાનેપકડવા ત્રણ પાંજરા મૂકાયા

દિપડોમાનવભક્ષી બનતા રબારીકાના લોકોમા ભારે ફફડાટ છે. લોકોની માંગણીને પગલે વનવિભાગ દ્વારા નરભક્ષી દિપડાને પકડવા માટે અલગ અલગ દિશામા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા છે.

ત્રણમહિના બાદ ફરી દિપડાએ દેખા દીધી

સુત્રોમાંથીજાણવા મળતી વિગતો મુજબ રબારીકા નજીકનાં વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના પહેલા દિપડાઓ જોવા મળતા હતા અને ત્રણ મહિના બાદ ફરી દિપડાએ દેખા દેતા અને ચાર વર્ષની બાળકીને ઝુપડામાંથી ઉઠાવી લેતા ફાડી ખાદ્યાની ઘટનાથી સીમ અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...