તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપરા રેન્જમાં બે બીમાર સિંહણનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંરાજપરા રેન્જમાં બે બિમાર સિંહણનાં મોત થયા છે. જો કે,આ ઘટનાની જાણ વનવિભાગને નહીં પરંતુ માલધારીઓને થઈ હતી.

બન્ને સિંહણનાં મોત અંગેની વિગતો આપતા ગીર પશ્ચિમનાં ડીસીએફ પ્રદિપ સીંગે જણાવ્યું હતું કે વિસાવદરનાં રાજપરા રાઉન્ડની કાગમાળ બીટમાં અભ્યારણ્ય વિસ્તારમાં એક 11 વર્ષની સિંહણનું ઉમરને કારણે મૃત્યુ થયું છે. જયારે એક પાંચ વર્ષની યુવા સિંહણનું ઢાંઢા બોર્ડર નજીકનાં અભ્યારણ્ય વિસ્તારમાં ફેફસાની બીમારીનાં કારણે મોત થયું છે. જેની જાણ વનવિભાગને માલધારીએ કરી હતી. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષની યુવા સિંહણ છેલ્લા ઘણા સમયથી બીમારીથી કણસતી હતી. પરંતુ વનવિભાગને બીમાર સિંહણનું મોત થયું ત્યાં સુધી નજરે આવી પરંતુ વનવિભાગનાં કર્મીઓ રેકર્ડ પર ફેરણું બતાવે છે.તે મુજબ ફેરણુ કર્યુ હોત તો સિંહણ નજરે ચડી હોત અને તેની સમયસર સારવાર કરી હોત તો કદાચ સિંહણ મોતને ભેટી હોત, જયારે 11 વર્ષની સિંહણનું વનવિભાગ કુદરતી મૃત્યુ ગણાવે છે. પરંતુ સિંહણને પણ સમયસર સારવાર મળી હોત અથવા સાસણ કે જૂનાગઢ સક્કરબાગ ઝુમા રાખવામાં આવી હોતતો કદાચ તેનું મૃત્યુ પણ થયું હોત. વનવિભાગ ફુટ પેટ્રોલીંગનાં મસમોટા બણગાઓ ફુંકી રહ્યું છે ત્યારે જો સમયસર ફેરણા કર્યા હોત બીમાર સિંહણો બચી શકે તેમ હતું. પરંતુ તેના મોત થયાનાં 24-24 કલાક સુધી ધ્યાને આવે તે ગંભીર બેદરકારી ગણાય સિંહણના મોત અંગેની જાણ પણ માલધારીઓએ કરી તે વનવિભાગનાં ફેરણા પર અનેક સવાલો ઉભા કરે છે.

રેસ્કયુંનાં ઢોલ ટીપતા તંત્રનો ઢાંક પીછોડો

સિંહ-દીપડાઓનાં રેસ્કયું તથા વનવિભાગને પ્રસિધ્ધી મેળવવા માટે ઢોલ-નગારા ટીપી જાણ કરવામાં આવતી હોય પરંતુ બનાવ અંગે સ્થાનિક આરએફઓએ ફોન પણ રીસીવ કરવાની તસ્દી લીધેલ નથી. સામાન્ય બનાવોમાં પોતે ફોન કરીને જાણ કરતા હોય છે. જયારે બનાવમાં ફોન રીસીવ કરવામાં ગલ્લા તલ્લા શા માટે..?

વિસાવદર વનતંત્રને પાંચ વર્ષની સિંહણનાં ફેફસાની બીમારી મૃત્યુ સુધી ધ્યાને આવી

ગીર જંગલમાં લાંબા સમયથી બીટગાર્ડની જગ્યા ખાલી હોય વન્યપ્રાણીનાં લોકેશન મળતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો