તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીના મોણવેલમાં યુવકને પાઇપ કુહાડીના ઘા ઝીંકયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેઢે ખડ વાઢવાના મુદ્દે 4 શખ્સો તૂટી પડ્યાં

ધારીતાલુકાના મોણવેલ ગામે બની હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે મોણવેલના કિશોરભાઇ વાસુરભાઇ ગોહિલ (ઉ.વ.42) નામના યુવાન પર તે ગામના બાબુ ભુરા, દેવરાજ બાબુ, ભાવેશ બાબુ અને મુકતા બાબુ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. કિશોરભાઇ ગોહિલના પત્ની ગઇકાલે સવારે ખેતરના શેઢે ખડ વાઢવા માટે ગયા હતા. સમયે મુકતા બાબુ અને બાબુ ભુરાએ તેમની સાથે બોલાચાલી કરી હતી.

ત્યારબાદ વાતનુ મનદુખ રાખી સાંજના છએક વાગ્યે ચારેય શખ્સોએ પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ચારેય શખ્સોએ તેમના માથા, પીઠ અને હાથ પર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ચારેય સામે તેણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એચ.જે.જાનીએ ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો