તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • વિભાગીય કચેરી તેમજ જુદાજુદા વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવાથી હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિભાગીય કચેરી તેમજ જુદાજુદા વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવાથી હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લા પંચાયત હસ્તક બાંધકામ શાખામા વિભાગીય કચેરી તેમજ જુદાજુદા પેટા વિભાગોમા 42 જેટલી જગ્યાઓ વણપુરાયેલી હોય અંગે બાંધકામ સમિતીના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે.

જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન ટીકુભાઇ વરૂ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે અમરેલી જિલ્લા પંચાયત હસ્તક બાંધકામ શાખામા વિભાગીય કચેરીમા વિભાગીય હિસાબનીશ-1, સીનીયર એકાઉન્ટ કલાર્ક-2, સીનીયર કલાર્ક-4, જુનીયર કલાર્ક-3, મદદનીશ ઇજનેર/ અધિક મદદનીશ ઇજનેર-1 અને પટ્ટાવાળાની 3 જગ્યાઓ વણપુરાયેલી છે.

ઉપરાંત પેટા વિભાગ અમરેલીમા જુનીયર કલાર્ક-3, પટ્ટાવાળા-2 જગ્યા ખાલી છે. તો લાઠીમા મદદનીશ ઇજનેર/અધિક મદદનીશ ઇજનેરની બે જગ્યાઓ, જુનીયર કલાર્કની બે અને પટ્ટાવાળાની એક જગ્યા વણપુરાયેલી છે. તો કુંકાવાવમા સીનીયર કલાર્કની એક અને ડ્રાઇવરની એક જગ્યા ખાલી છે. ઉપરાંત ધારીમા નાયબ કાર્યપાલક ઇજનેરની એક અને મદદનીશ ઇજનેરની એક જગ્યા ખાલી છે.

તો રાજુલામા નાયબ કાર્યપાલક ઇજનેરની એક, સીનીયર કલાર્કની બે, ડ્રાઇવરની એક, પટ્ટાવાળાની એક જગ્યા ખાલી છે. ઉપરાંત સાવરકુંડલામા પણ મદદનીશ ઇજનેરની બે જગ્યા, જુનીયર કલાર્કની એક અને પટ્ટાવાળાની એક જગ્યા તેમજ તાલુકા પંચાયત અમરેલી, લાઠી અને જાફરાબાદમા અધિક મદદનીશ ઇજનેરની એક-એક જગ્યા ખાલી છે આમ કુલ 42 જગ્યાઓ વણપુરાયેલી હોય તાકિદે જગ્યાઓ ભરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

અત્રે નોંધનીય છે કે, િજલ્લા પંચાયતની અંદર બાંધકામ કચેરી સૌથી મહત્વની હોય છે અને િજલ્લાભરના તાલુકા હેઠળ આવતા બાંધકામની કામગીરી અને તેની મંજૂરી પણ અહીંથી મળતી હોવાથી કર્મચારીઓના અભાવે અનેક વિકાસ કામો પણ અટકી પડે છે. ત્યારે ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો