તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા નાગરીક બેંકમાં સતાધારી પેનલનો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર દાયકામાં પ્રથમ વખત બેંકમાં બે પેનલ વચ્ચે સીધો જંગ હતો : હરીફ પેનલના ચાર ડિરેક્ટરો પણ ચૂંટાયા

બાબરાનાગરીક સહકારી બેંકના 11 ડીરેક્ટર પદ માટે કુલ 22 ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો. બાબરામાં ચાર દાયકાથી બેંક કાર્યરત છે. જો કે બે પેનલ વચ્ચે રસાકસીપૂર્ણ મુકાબલો થયો હોય તેવુ પ્રથમ વખત બન્યુ હતું. અહિં વર્તમાન સતાધિશોની પેનલ સામે કાકુભાઇ ચાંવ દ્વારા પરિવર્તન પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી. ગઇકાલે સવારથી સાંજ સુધી શાંતીપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતું જેમાં 53 ટકા જેટલુ મતદાન થયુ હતું. સાંજના પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ કરાઇ હતી. જે મોડી રાતના બાર વાગ્યા સુધી ચાલી હતી.

પરિણામ જાહેર થતા સતાધારી પેનલના ડો. ચૌહાણ, મનોજભાઇ જોગી, નરૂભાઇ ત્રિવેદી, બટુકભાઇ જસાણી વિગેરે સાત ડીરેક્ટરો ચુંટાઇ આવ્યા હતાં. જ્યારે હરીફ પેનલમાંથી કાકુભાઇ ચાંવ સહિત ચાર ડીરેક્ટરો ચુંટાયા હતાં. બાદમાં મધરાત્રે ઢોલ-નગારાના નાદ અને આતશબાજી સાથે સતાધિશ પેનલ દ્વારા વિજયની ઉજવણી કરાઇ હતી. નાગરીક બેંકની ચુંટણીમાં ડો. કે.એચ. ચૌહાણ હુકમનો એક્કો સાબીત થયા હતાં. છેલ્લા ત્રણેય દાયકાથી તેઓ નાગરીક બેંકના સંચાલન અને વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યા છે. જેને પગલે બેંકના સભાસદોએ ફરી તેના પર વિશ્વાસ મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો