તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચે મારામારી બનાવમાં વળતી કરી પોલીસમાં રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનાઆદસંગમાં બે શખ્સોને ગાળો બોલવાની ના પાડતા સરપંચને માથાના ભાગે પાઇપ મારી ફેક્ચર કરીને હેમરેજ કર્યુ હતુ. બાદ સરપંચે બનાવની વળતી ફરિયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

સાવરકુંડલા તાલુકાના આદસંગમાં બે દિવસ પહેલા વોર્ડના પ્રશ્નના બાબતે સરપંચે અહીના એક યુવાનને માથાના ભાગે ધારીયુ મારીને ઇજા કરી હતી. તેમજ સરપંચ સહિત ચાર શખ્સો સામે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવમાં ગઇ કાલે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં આદસંગ ગામના સરપંચે વળતી પોલીસમાં રાવ કરી હતી કે, તેઓના ઘર પાસે અનક જીલુ અને મંગળુ બચુ નામના બે શખ્સો પાઇપ લઇને ગાળો બોલતા હતા. આથી સરપંચે ગાળો બોલવાની ના પાડી હતી. જેમાં અનક જીલુ નામના શખ્સે સરપંચને માથાના ભાગે પાઇપ મારીને ફેક્ચર તેમજ હેમરેજ કરી કર્યુ હતુ. બાદમાં સરપંચે સાવરકુંડલા પોલીસ મથકમાં બનાવની વળતી ફરિયાદ કરતા ઇન્ચાર્જ ફોઝદાર બી.કે પટેલે આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...