તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

...અનિલની ત્રણ ફિલ્મોની સીક્વલ પણ બનશે !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિલ કપૂર દિવસો દરમિયાન અપકમિંગ ફિલ્મ ‘ફેની ખાન’ની તૈયારમાં વ્યસ્ત છે, આના માટે તે પોતાનો લુક બદલી રહ્યો છે. અનિલે કહ્યું કે તેની ત્રણ ફિલ્મોનું સીક્વલ બનશે અને ટીવી શો ‘24’ની ત્રીજી સિઝન પણ શરું થશે.

સલોની અરોરા {‘મુબારકાં’ના પ્રોમોઅને સોંગમાં અનિલ કપૂરને સરદારનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે. દિવસો દરમિયાન તેઓ ફિલ્મનું પ્રમોશન અને અપકમિંગ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. અનિલનો ટીવી શો ‘24’ની ત્રીજી સિઝન પણ શરૂ થવાની ચર્ચા છે. જ્યારે વિશે અનિલ કપૂરને પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે...

‘આ સમયે ‘મુબારકાં’ પર ફોકસ છે. આની રિલીઝ પછી ‘ફેની ખાન’નું શૂટિંગ શરૂ થશે. મેં ફિલ્મ માટે પોતાના લુકમાં બદલાવ કર્યો છે. હું વાળ પણ વધારી રહ્યો છું. ‘ફેની ખાન’નું શૂટિંગ પૂરું થયા બાદ ‘24’ પર કામ શરૂ થશે. ત્રીજી સિઝન માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. વખતે અમે કેવા પ્રકારનું કન્ટેન્ટ અને એક્શન ટીવી માટે લાવવા માંગીએ છીએ, તેને લઇને પણ મારો વિચાર સ્પષ્ટ છે. એક સિઝન પૂરી થવાની સાથે લોકો નવી સિઝન વિશે સવાલ પૂછે છે. ઘણા ફેન્સ મેસેજ મોકલે છે કે તેઓ નવી સિઝનની રાહ જોઇ રહ્યા છે. ઘણા લોકો ટીવીને રિફ્રેશિંગ કન્ટેન્ટ કહે છે. મને કેટલાક એવા લોકો પણ મ‌ળી જાય છે જે ‘24’ના કારણે રેગ્યૂલર ટીવી જોવા લાગે છે. શૂટિંગ દરમિયાન પણ મ‌ળનાર ઘણા લોકો વિશે જરૂર પૂછે છે. નાના પડદા પર એક્શન અને થ્રિલરના કન્ટેન્ટનો કોન્સેપ્ટ પણ અાપણે અહીં નવો છે.’ અનિલ ‘મુબારકાં’માં પોતાના રોલને લઇને કહે છે કે,‘અનીસની સાથે મેં ઘણી ફિલ્મો કરી છે. વખતે અમે કંઇક નવું કરવા માંગીએ છીએ. અનિસ નિર્દેશકની સાથે લેખક પણ છે એટલે તેમની ફિલ્મોમાં ઘણા પ્રયોગો થઇ જાય છે.

ત્રણ સીક્વલ ફિલ્મો

અનિલ કપૂરની અન્ય ત્રણ ફિલ્મોને લઇને પણ ખૂબ ચર્ચા છે. થોડાક સમય પહેલા ‘મિસ્ટર ઇન્ડિયા’ની સીક્વલ બનાવાની વાત નિર્માતા અને અનિલના ભાઇ બોની કપૂરે કહી હતી. આને લઇને અનિલે કહ્યું કે...

નોઅેન્ટ્રી,વેલકમ, મિસ્ટર ઇન્ડિયા અને 24 એવી સિરીઝ છે, જેણે દર્શક હંમેશા પસંદ કરે છે. આની સીક્વલને લઇને ઘણી પ્લાનિંગ્સ છે. ફ્કત મને નહીં અન્ય પાત્ર પણ દર્શકોને આજે પણ યાદ છે. કેટલાક નિર્દેશકો વાર્તાઓ પર કામ કરી રહ્યા છે. જલદી કંઇક નવું નક્કી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...