ધારીના જળજીવડી ગામે ખંઢેર મકાનમા દિપડી ઘુસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાકોની જહેમત બાદ વનતંત્રએ રેસ્કયુ કરી દિપડીને પાંજરે પુરી : લોકોમાં રાહત

ધારીતાલુકાના જળજીવડી ગામે ગઇકાલે રાત્રીના સુમારે એક દિપડી ગામમા ઘુસી આવી હતી. અહી ગ્રામજનો એકઠા થતા અને હોદેકારો થતા દિપડી એક ખંઢેર મકાનમા ઘુસી ગઇ હતી. અંગે વનવિભાગને જાણ કરતા રેસ્કયુ ટીમ અહી દોડી ગઇ હતી અને કલાકોની જહેમત બાદ દિપડીને પાંજરે પુરી જસાધાર ખાતે મોકલી આપવામા આવી હતી.

ખંઢેર મકાનમા દિપડી ઘુસી ગયાની ઘટના ધારીના જળજીવડી ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી ગતરાત્રીના આઠેક વાગ્યાના સુમારે એક દિપડી ગામમા ઘુસી આવી હતી. અહી ગ્રામજનો એકઠા થઇ જતા દિપડી એક ખંઢેર મકાનમા ઘુસી ગઇ હતી. જો કે ખંઢેર મકાનમા બારણુ પણ હોય એક ખુણામા દિપડી બેસી ગઇ હતી. અંગે લોકોએ વનવિભાગને જાણ કરતા અહી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, આરએફઓ બી.કે.પરમાર, વનરાજભાઇ, અમરૂભાઇ, રાયજાદા સહિત દોડી ગયા હતા અને કલાકોની મહેનત બાદ દિપડીને પાંજરે પુરવામા આવી હતી. બાદમા દિપડીને જસાધાર એનીમલ કેર સેન્ટરમા મોકલી આપવામા આવી હતી. અહી દિપડીને બે દિવસ અવલોકન માટે રખાયા બાદ મુકત કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...